Reliance Retail-Future Group ડીલને પ્રતિસ્પર્ધા આયોગે આપી મંજૂરી

Reliance Retail-Future Group ડીલને પ્રતિસ્પર્ધા આયોગે આપી મંજૂરી
Reliance Retail-Future Group ડીલને પ્રતિસ્પર્ધા આયોગે આપી મંજૂરી

બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 24,713 કરોડ રૂપિયાની છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે (CCI)રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL)દ્વારા ફ્યૂચર ગ્રૂપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. પ્રતિસ્પર્ધા આયોગે શુક્રવારે એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. CCIએ ટ્વિટમાં લખ્યું કે આયોગે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ દ્વારા ફ્યૂચર ગ્રૂપના રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે.

  આ પહેલા 29 ઓગસ્ટે મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી કે તે કિશોર બિયાનીના ફ્યૂચર ગ્રૂપના (Future Group) નવા બિઝનેસને અધિગ્રહણ કરશે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ 24,713 કરોડ રૂપિયાની છે. બંને કંપનીઓ વચ્ચે આ મેગા ડીલ અંતર્ગત ફ્યૂચર એન્ટરપ્રાઇઝ લિમિટેડની સ્વામિત્વ હવે રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડની (RRFLL)પાસે રહેશે. જ્યારે FELની લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ પાસે રહેશે.

  આ ડીલ પછી રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડના નિર્દેશિકા ઇશા અંબાણીએ કહ્યું હતું કે આ ટ્રાન્જેક્શન પછી અમે ફ્યૂચર ગ્રૂપના આ પોપ્યુલર બ્રાન્ડને અપનાવી રહ્યા છીએ. અમે તેના બિઝનેસ ઇકોસિસ્ટમને પણ બનાવી રાખીશું. ભારતમાં આધુનિક રિટેલ બિઝનેસના વિકાસમાં ફ્યૂચર ગ્રૂપે એક મહત્વની ભૂમિકા ભજવી છે. રિટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ મોમેન્ટમ જારી રાખવાની આશા છે. અમે એક મોટા કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે પોતાના ખાસ મોડલ અંતર્ગત નાના વેપારીઓ અને કિરાણા સ્ટોરને સક્રિયતાથી સહયોગ કરી રહ્યા છીએ. અમે દેશભરના ગ્રાહકોને પોતાની સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
  Published by:Ashish Goyal
  First published:November 20, 2020, 22:32 pm