કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, ખેડૂતોને મળશે સીધો ફાયદો

News18 Gujarati
Updated: July 31, 2019, 4:35 PM IST
કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, ખેડૂતોને મળશે સીધો ફાયદો
કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, ખેડૂતોને મળશે સીધો ફાયદો

નરેન્દ્ર મોદી સરકારે 70, 000 કરોડ રુપિયાથી વધારાની ખાતર સબસિડીને સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફરને લઈને એક મોટું પગલું ભર્યું

  • Share this:
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય કરતા ન્યૂટ્રિયંટ બેસ્ડ સબસિડી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આર્થિક મામલાની મંત્રિમંડળીય સમિતિ (સીસીઈએ)ની બેઠકમાં P&K ફર્ટિલાઇઝર સબસિડી 22,875.50 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને સીધી રીતે ફાયદો થશે. તમને જણાવી દઈએ કે પોષણ આધારિત સબસિડી કાર્યક્રમની શરુઆત સરકારે 2010માં કરી હતી. જે પ્રમાણે સબસિડી વાળા ફોસ્ફેટ અને પોટા ફર્ટિલાઇઝરના પ્રત્યેક ગ્રેડ પર એક નિશ્ચિત રકમ સબસિડી તરીકે આપવામાં આવે છે. આ સબસિડી વાર્ષિક આધાર પર ફર્ટિલાઇટરમાં રહેલા પોષણની માત્રાના આધારે નક્કી કરવામાં આવે છે.કેબિનેટનો નિર્ણય

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 70, 000 કરોડ રુપિયાથી વધારાની ખાતર સબસિડીને સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફરને લઈને એક મોટું પગલું ભર્યું છે. સરકારે આ માટે ત્રણ નવી ટેકનોલોજી પર કામ શરુ કરી ચૂકી છે. નવી ટેકનોલોજી દ્રારા રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર ઉપર ફર્ટિલાઇર સપ્લાઇ ઉપલબ્ધતા અને જરુરતની વિગતો હવે એક જ ડેશબોર્ડ પર મળશે.ફર્ટિલાઇઝર સચિવ છબીલેન્દ્ર રાઉલે કહ્યું હતું કે સરકારે પીઓએસ સોફ્ટવેયર એડિશન 3.0 વિકસિત કર્યું છે. જેમાં રજિસ્ટ્રેશન, લોગ ઇન દરમિયાન આધાર વર્ચ્યુઅલ ઓળખ વિકલ્પ સાથે અલગ-અલગ ભાષાઓમાં સુવિધા હશે.
First published: July 31, 2019, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading