Home /News /business /ICICI-વીડિયોકોન કેસમાં CBIએ કરી ચંદા કોચરના પતિની પૂછપરછ

ICICI-વીડિયોકોન કેસમાં CBIએ કરી ચંદા કોચરના પતિની પૂછપરછ

વીડિયોકોન લોન કેસમાં શુક્રવારે સીબીઆઈએ ચંદા કોચરના પતિ દીપક કોચર વિરુદ્ધ કાર્યવાહી કરતા પ્રારંભિક તપાસ શરૂ કરી છે. ચંદા કોચર પર પતિના મિત્રની કંપનીને લોન આપવાનો આરોપ છે.

પ્રારંભિક તપાસમાં એ વાત જાણવાનો પ્રયાસ કરાશે કે દીપક કોચર અને તેના બે સંબંધીઓના વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂતે કેટલી લાંચ આપી હતી. આરોપ છે કે વીડિયોકોન જૂથને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી આપવામાં આવેલી લોન ગુપ્ત લેવડ-દેવડથી અપાઈ હતી.

નોંધનીય છે કે ICICI બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો હતો કે કોચરે વીડિયોકોનને કુલ રૂ. 4000 કરોડની લોન મંજૂરી કરવા માટે ખોટી રીતે વ્યક્તિગત લાભ મેળવ્યો હતો.

આ મુદ્દે શેરબજારનું નિયંત્રણનું કામ કરતી સેબી પણ નજર રાખી રહી છે. આ આખો કેસ આઈસીઆઈસીઆઈ બેંક અને બીજી અમુક જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કંપનીને આપવામાં આવેલી લોન સંબંધી છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પ્રબંધકે આ ખાનગી બેંક દ્વારા અમુક વર્ષમાં કરવામાં આવેલા વિવિધ ખુલાસાઓ અંગે શરૂઆતની તપાસ હાથ ધરી છે. શેરબજાર પણ પાછલા 2012 સુધીના અમુક સોદાઓ અંગે વર્તમાનના આવેલા રિપોર્ટ અંગે સ્પષ્ટતા માંગી શકે છે.

નોંધનીય છે કે આઈસીઆઈસીઆઈ દેશની ચોથી સૌથી મોટી બેંક છે, જેની માર્કેટ વેલ્યૂ આશરે 1.8 લાખ કરોડ રૂપિયા છે. જોકે, આ વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંકના નિર્દેશક મંડળે ચંદા કોચર પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
First published:

Tags: Chanda Kochhar, ICICI, Videocon, સીબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો