મુંબઈમાં આ 7 સ્થળો પર CBIના દરોડા, કપૂર પરિવાર સામે લુકઆઉટ નોટિસ જાહેર

મુંબઈમાં આ 7 સ્થળો પર CBIના દરોડા, કપૂર પરિવાર સામે લુકઆઉટ નોટિસ જાહેર

સીબીઆઈએ કપિલ વાધવાન, RKW ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક ધીરજ રાજેશ કુમાર વાધવાન સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે

 • Share this:
  નવી દિલ્હી : યસ બેંક (YES Bank) મામલામાં સીબીઆઈએ (CBI) મુંબઈમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે આ દરોડા DHFLની ઓફિસ, ડોયટ અર્બન વેંચર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, RKW ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્લીમાં આવેલ રાણા કપૂરના ઘર પર, બાંદ્રા સ્થિત કપિલ વાધવાન , રામા કપૂરની પુત્રી રાખી કપૂર ટંડન અને રાધા કપૂર ખન્નાના ઘર પર સીબીઆઈના દરોડા ચાલી રહ્યા છે.

  CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર, તેમની પત્ની બિન્દુ રાણા કપૂર, તેમની પુત્રી રોશની કપૂર, રાખી કપૂર અને રાધા કપૂર સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ સિવાય સીબીઆઈએ કપિલ વાધવાન, RKW ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક ધીરજ રાજેશ કુમાર વાધવાન સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

  આ પણ વાંચો - રાણા કપૂરની પુત્રી રાખી રહી ચૂકી છે IPLની મિસ્ટ્રી ગર્લ, આવો છે ગ્લેમરસ અંદાજ  આ પહેલા CNN News18ને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે સીબીઆઈએ ઓછામાં ઓછા સાત સ્થળો પર દરોડા પાડ્યા છે.

  CBI સૂત્રોએ જાણકારી આપી છે કે જ્યારે દરોડા પુરા થશે ત્યારે પ્રેસને આ વિશે જાણકારી આપવામાં આવશે. CBIના આર્થિક અપરાધ શાખાએ 7 માર્ચે Yes Bankના સહ સંસ્થાપક રાણા કપૂર, ડીઓઆઈટી અર્બન વેંચર્સ (રાણા કપૂર પરિવાર સાથે જોડાયેલી કંપની), કપિલ વાધવાન (દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના અધ્યક્ષ) અને અન્ય સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: