Home /News /business /NSE Scam: NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણની CBI દ્વારા ધરપકડ
NSE Scam: NSEના પૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણની CBI દ્વારા ધરપકડ
ચિત્રા રામકૃષ્ણનની ફાઇલ તસવીર
ગયા મહિને સેબીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013થી 2016 વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા 'હિમાલયન યોગી'ની સલાહથી લીધા હતા.
નવી દિલ્હી: નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈના (NSE)'પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણનની (Chitra Ramkrishna) રવિવારે મોડી રાત્રે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ શનિવારે દિલ્હીની વિશેષ CBI કોર્ટે NSE 'કોલોકેશન કેસ (NSE co-location Case) માં ચિત્રા રામકૃષ્ણને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ચિત્રા રામકૃષ્ણ પણ સેબીના સ્કેનર હેઠળ છે
તાજેતરમાં, NSE 'કોલોકેશન' કેસમાં CBI દ્વારા રામકૃષ્ણની પૂછપરછ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે અગાઉ મુંબઈ અને ચેન્નાઈમાં ચિત્રા રામકૃષ્ણ સાથે જોડાયેલી વિવિધ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રામકૃષ્ણ પર માર્કેટ રેગ્યુલેટર સેબી પણ તપાસ કરી રહ્યું છે.
એનએસઈના ભૂતપૂર્વ ઓપરેટિંગ અધિકારીની પણ થઇ હતી ઘરપકડ
સીબીઆઈએ ગયા સપ્તાહે એનએસઈના ભૂતપૂર્વ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યનની પણ ધરપકડ કરી હતી. સીબીઆઈએ રવિવારે સુબ્રમણ્યનની અટકાયત કરી હતી. સીબીઆઈ રવિવારે સુબ્રમણ્યનની 10 દિવસની કસ્ટડી પૂરી થયા પછી કસ્ટડી લંબાવવા અરજી કરે તેવી શક્યતા છે.
આ કૌભાંડમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના એક વરિષ્ઠ મનોવૈજ્ઞાાનિકે ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી. મે 2018માં એનએસઈના કોલોકેશન કૌભાંડ સંદર્ભમાં એક એફઆઈઆરના આધારે કેટલીક ધરપકડો કરવામાં આવી હતી. સીબીઆઈએ ગયા મહિને રામકૃષ્ણ, સુબ્રમણ્યન અને રવિ નારાયણની પૂછપરછ કરી હતી.
ગયા મહિને સેબીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2013થી 2016 વચ્ચે ચિત્રા રામકૃષ્ણે એનએસઈના મહત્વપૂર્ણ નિર્ણયો કહેવાતા 'હિમાલયન યોગી'ની સલાહથી લીધા હતા. સીબીઆઈએ ચાર વર્ષ જૂના કેસમાં એફઆઈઆર દાખલ કર્યા પછી હજુ સુધી કોઈ નક્કર પગલાં ન લેતાં કોર્ટ પણ સીબીઆઈથી નારાજ થઈ હતી. (આ અંગે વધુ વાંચવા અહીં ક્લિક કરો)
ચિત્રા વર્ષ 2013માં NSEના વડા બન્યા હતા
ઉલ્લેખનીય છે કે, ચિત્રા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. તેમણે વર્ષ 1985માં IDBI બેંક સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે થોડો સમય સેબીમાં પણ કામ કર્યું. 1991માં NSEની શરૂઆતથી તે મુખ્ય ભૂમિકામાં હતી. 'હર્ષદ મહેતા કૌભાંડ' પછી પારદર્શક સ્ટોક એક્સચેન્જ બનાવવા માટે પસંદ કરાયેલા NSEના પ્રથમ CEO આરએચ પાટીલની આગેવાની હેઠળના 5 લોકોમાં ચિત્રાનો સમાવેશ થયો હતો. 2013માં રવિ નારાયણના કાર્યકાળના અંત પછી, ચિત્રાને 5 વર્ષ માટે NSEના વડા બનાવવામાં આવ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર