'આવા ઘર' ખરીદશો તો નહીં લાગે GST, જાણી લો સંપૂર્ણ વિગત

  • Share this:
તમે રેડી ટૂ મૂવ (તૈયાર મકાન) ઘર ખરીદ્યું હોય તો તમારે તેની પર જીએસટી નહીં ચુકવવું પડે. કેન્દ્રીય ઉત્પાદ તથા સીમા શુલ્ક બોર્ડે (CBEC)આની પર સ્પષ્ટતા આપી છે.

CBECએ ટ્વિટ કરીને કહ્યું છે કે જીએસટી વસ્તુ અને સેવાઓની સપ્લાઈ પર લાગૂ થાય છે, પરંતુ રેડી ટૂ મૂવ પોપર્ટીમાં ન તો કોઈ પ્રકારે વસ્તુની સપ્લાઈ થાય છે ન તો આ કોઈ પ્રકારની સેવામાં આવે છે. આવી સ્થિતિ પર કોઈ પ્રકારનો જીએસટી લાગૂ થતો નથી.

-CBECએ એ પણ કહ્યું છે કે જો કોઈ ખરીદદારે અંડર કંન્સટ્રક્શન પ્રોપર્ટી માટે પહેલી જુલાઈ પહેલા આખી પેમેન્ટ ચુકવી દીધું હોય તો તે પ્રકારની પ્રોપર્ટી પર પણ ખરીદદારને જીએસટી આપવાની જરૂર હોતી નથી.
-ટેક્સ નિયમ 2011 અંતર્ગત ખરીદદારને માત્ર 4.5 ટકા ટેક્સ ચૂકવવું પડશે.આવી સ્થિતિમાં પણ જીએસટી લાગૂ નથી થાય
-જો કોઈ ખરીદદારે અંડર કંન્સ્ટ્રકશન પ્રોપર્ટીમાં પહેલી જુલાઈ પહેલા સંપૂર્ણ પેમેન્ટ નહીં પરંતુ કેટલાક પેમેન્ટ કર્યું હોય તો તેના પર પેમેન્ટ પર પણ જીએસટી લાગૂ નહીં થાય.
-પરંતુ પહેલી જુલાઈ કે તેના પછી જે બાકી રહેલ પેમેન્ટ કરી શકાશે તેના પર 12 ટકાના દરથી જીએસટી લેવામાં આવશે.
First published: