કરદાતાઓને મોટી રાહત: FY20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખમાં વધારો

પ્રતિકાત્મક તસવીર

ITR Deadline: નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDT) આ અંગેની જાણકારી આપી છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કરદાતા (Taxpayers)ઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. જે બાદમાં હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDT) આ આંગે જાણકારી આપી હતી. CBDT તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ માટે ઇન્કન ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.

  CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે, અંતિમ તારીખ એ માટે વધારવામાં આવી છે જેનાથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં વધારાનો સમય મળી રહે.

  આમના માટે અંતિમ તારીખ જાન્યુઆરી 2020

  જે ટેક્સપેયર્સ (કરદાતા)ઓના એકાઉન્ટનું ઑડિટ કરવાની છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે મહિના સુધી એટલે કે 31મી જાન્યુઆરી, 2021 સુધી વધારી દેવામાં આવી છે. CBDTએ કહ્યું કે, "કરદાતાઓ માટે ITR ફાઇલ કરવા માટે અંતિમ તારીખ, જેમને ખાતું ઑડિટ કરવાની જરૂર છે (જેમના માટે આઈટી અધિનિયમ અંતર્ગત અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2020 છે) તેમના માટે 31 જાન્યુઆરી, 2021 કરી દેવામાં આવી છે."

  પહેલા નવેમ્બર, 2020 સુધી વધી હતી અંતિમ તારીખ

  આ પહેલા સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખને 31 જુલાઈ, 2020થી વધારીને 30 નવેમ્બર, 2020 કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણય કર્યો હતો. જેનાથી કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં સમય મળી રહે.

  ઉલ્લેખનીય છે કે દર વર્ષે આવકવેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખમાં એક-બે મહિનાનો વધારો કરવામાં આવતો હતો છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે તેમાં વધારે છૂટ આપવામાં આવી છે. રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ જતી રહ્યા બાદ જો રિટર્ન ફાઇલ કરવામાં આવે તો તેના પર દંડ ભરવો પડે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: