Home /News /business /મતદાનના દિવસે વોટ આપનારને પેટ્રોલ પંપ પર મળશે છૂટ

મતદાનના દિવસે વોટ આપનારને પેટ્રોલ પંપ પર મળશે છૂટ

મતદાનના દિવસે મતદાન કરનારને પેટ્રોલ પંપ પર છૂટ આપવાની જાહેરાત કરી છે

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃત કરવા માટે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને અનોખી રીત અપનાવી છે

ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃત કરવા માટે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને અનોખી રીત અપનાવી છે. તેણે મતદાનના દિવસે મતદાન કરનારને પેટ્રોલ પંપ પર છૂટ આપવાની જાહેરાત કરી છે. મતદાન કરનારને પેટ્રોલ પંપ પર 50 પૈસા પ્રતિ લિટરની છૂટ મળશે.

આંગળી પર મતદાનનું નિશાન બતાવવું પડશે

ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે, ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)એ લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે 'પ્રમોટ વોટિંગ' અભિયાન શરૂ કર્યું છે. જે હેઠળ મતદાન કરનારને 50 પૈસા પ્રતિ લિટરની છૂટ મળશે. આ અભિયાનમાં ભાગ લેનારા પેટ્રોલ પંપ પર આ ઓફર સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે. આ માટે મતદારે તેની આંગળી પર મતદાન કર્યાનું નિશાન બતાવવાનું રહેશે.

એક ગ્રાહક મતદાનના દિવસે વધુમાં વધુ 20 લિટર ફ્યૂલ પર છૂટ મેળવી શકશે. એસોસિએશનના 58,000 ડીલર્સમાંથી ઓછામાં ઓછા 90 ટકા આ અભિયાનમાં ભાગ લેશે. આ સબસિડીનો બોજ ડીલર્સ ઉપાડશે.

દેશમાં 64,000 પેટ્રોલ પંપ છે, જેમાંથી લગભગ ચોથા ભાગના ગ્રામિણ વિસ્તારોમાં છે. 90 ટકા પેટ્રોલ પંપનું સંચાલન સરકારી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.
First published:

Tags: Diesel, Lok sabha election 2019, Petrol, Petrol Pump

विज्ञापन