Rakhi offer: પેટીએમ અને એમેઝોન પર ખરીદો ગિફ્ટ કાર્ડ અને મેળવો આકર્ષક કેશબેક
Rakhi offer: પેટીએમ અને એમેઝોન પર ખરીદો ગિફ્ટ કાર્ડ અને મેળવો આકર્ષક કેશબેક
રક્ષાબંધન પ્રતિકાત્મક તસવીર
cashback offer in Rakshabanadhan: પેટીએમ ગિફ્ટ વાઉચર તમારા પેટીએમ બેલેન્સ એડ થઈ જશે. તમે તમારા મિત્રને અથવા તમારા બેન્ક એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર નહીં કરી શકો. પેટીએમ ગિફ્ટ વાઉચરથી તમે રિચાર્જ અને બિલનું પેમેન્ટ કરી શકો છો.
Raksha Bandhan 2021: રક્ષાબંધનને (Raksha Bandhan) ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતિક (A symbol of brother and sister's love and affection) માનવામાં આવે છે. આ પ્રેમ અને સ્નેહનો તહેવાર આવતીકાલે 22 ઓગસ્ટના રોજ છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઊજવવામાં આવે છે. બહેન ભાઈની રક્ષા અને તેના સુખી જીવનની પ્રાર્થના કરે છે તેમજ ભાઈના હાથ પર રંગબેરંગની રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે.
ભાઈ બહેનને તેની (brother gift to sister) રક્ષા કરવાનું વચન આપે છે અને ભેટ આપે છે. જો તમે રક્ષાબંધનને ખૂબ જ સ્પેશિયલ બનાવવા ઈચ્છો છો અને બહેનને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો તમારે પરેશાન થવાની જરૂર નથી. પેટીએમ (Paytm) અને એમેઝોન (Amazon) જેવી એપ્લિકેશનની મદદથી ગિફ્ટ કાર્ડ ખરીદવાથી કેટલીક ખાસ ઓફર અને કેશબેક મળી રહ્યું છે.
રક્ષાબંધન 2021 (Raksha Bandhan 2021)
એમેઝોન પરથી રૂ.5 હજારનું ગિફ્ટ કાર્ડ ખરીદો અને મેળવો રૂ.200નું કેશબેક
રક્ષાબંધનના અવસર નિમિતે ઈ-કોમર્સ કંપની એમેઝોન વિશેષ ડીલ કરી રહ્યું છે. આ ડીલ હેઠળ રૂ.5 હજારનું ઈ-ગિફ્ટ વાઉચર ખરીદવાથી રૂ.200નું કેશબેક મળશે. આ કેશબેક એમેઝોન પે બેલેન્સમાં એડ થઈ જશે. આ ગિફ્ટ કાર્ડ ખરીદતા સમયે તમારે એમેઝોન પે યૂપીઆઈ (Amazon Pay UPI) પરથી ચૂકવણી કરવાની રહેશે. ગિફ્ટ કાર્ડ ખરીદતા પહેલા રિવોર્ડ્સ કલેક્ટ કરવાના રહેશે. તમે આ ગિફ્ટ કાર્ડ પોતાના માટે ખરીદી શકો છો અથવા અન્ય કોઈને આપી શકો છો.
આ ઓફર સિલેક્ટેડ યૂઝર્સ માટે માન્ય છે. તમારા માટે આ ઓફર છે, કે નહીં તે જાણવા માટે સૌથી પહેલા પેટીએમ એપ્લિકેશન ઓપન કરો અને Cashback & Offers સેક્શનમાં જાવ. ત્યારબાદ Money Transfer, Wallet and Bank Offersમાં જાવ. ત્યાં જઈને તમારા માટે જે ઓફર હશે તે જોવા મળશે.
પેટીએમ ગિફ્ટ વાઉચર તમારા પેટીએમ બેલેન્સ એડ થઈ જશે. તમે તમારા મિત્રને અથવા તમારા બેન્ક એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર નહીં કરી શકો. પેટીએમ ગિફ્ટ વાઉચરથી તમે રિચાર્જ અને બિલનું પેમેન્ટ કરી શકો છો. આ વાઉચરની મદદથી તમે કોઈ મરચન્ટને પણ પેમેન્ટ કરી શકો છો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર