Home /News /business /ATMમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન રૂપિયા નથી નીકળ્યા પણ બેંક ખાતામાંથી કપાઈ ગયા, આવી સ્થિતિમાં શું કરવું?
ATMમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન રૂપિયા નથી નીકળ્યા પણ બેંક ખાતામાંથી કપાઈ ગયા, આવી સ્થિતિમાં શું કરવું?
એટીએમમાંથી રૂપિયા નથી નીકળ્યા તો શું કરવું?
દિલ્હીઃ ઘણી વાર લોકોની સાથે એવું થાય છે કે, એટીએમમાંથી રૂપિયા નથી નીકળતા અને ખાતામાંથી કપાઈ જાય છે. ક્યારેક નેટવર્ક તો ક્યારેક અન્ય કારણથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર રૂપિયા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો પરેશાન થવાની જરૂર નથી.
નવી દિલ્હીઃ ઘણી વાર લોકોની સાથે એવું થાય છે કે, એટીએમમાંથી રૂપિયા નથી નીકળતા અને ખાતામાંથી કપાઈ જાય છે. ક્યારેક નેટવર્ક તો ક્યારેક અન્ય કારણથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર રૂપિયા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો પરેશાન થવાની જરૂર નથી. જો તમારુ ટ્રાન્ઝેક્શન ફેલ થયા પછી પણ એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ રહ્યા છે. તો જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકમાં જાણ કરો. બેંકના કસ્ટમર કેરમાં કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો.
ઘણી વાર રૂપિયા એટીએમમાં જ ફસાઈ જાય છે. જો તમારા રૂપિયા એટીએમમાં ફસાયા છે. તે બેંક 12થી 15 દિવસની અંદર રૂપિયા રિફંડ કરી દે છે.
વળતરની જોગવાઈ
જો બેંક નિર્ધારિત સમયની અંદર તમારા ખાતામાંથી ડેબિટ થયેલી રકમને પરત ન કરે તો, તમારા માટે વળતરની જોગવાઈ છે. આરબીઆઈના નિયમો અનુસાર, બેંકને ફરિયાદના 5 દિવસની અંદર તેનું સમાધાન કરવાનું હોય છે. જો આ સમયગાળામાં બેકે ઉકેલ ન લાવ્યો તો, તેના પછી પ્રતિ દિવસ 100 રૂપિયાના હિસાબથી વળતર આપવાનું હોય છે. જો તમે પછી પણ સંતુષ્ટ ન હોય તો https://cms.rbi.org.in પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.
આરબીઆઈના આ નિયમ બધી જ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ જેવી કે કાર્ડ ટૂ કાર્ડ ટ્રાન્સફર, pos ટ્રાન્ઝેક્શન, IMPS ટ્રાન્ઝેક્શન, UPI ટ્રાન્ઝેક્શન, કાર્ડ રહિત ઈ-કોમર્સ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શન પર પણ લાગૂ થાય છે. વળતરની રકમ નક્કી થે, જ્યારે ઘણા કિસ્સાઓમાં બેંક તરફથી પતાવટનો સમયગાળો પણ ઓછો હોય છે. કાર્ડ ટૂ કાર્ડ ટ્રાન્સફર હોયકે આઈએમપીએસ, આ કિસ્સાઓમાં ફરિયાદના આગલા દિવસે જ નિવારણ લાવી દેવામાં આવે છે.
આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જ્યારે પણ એટીએમમાં ટ્રાન્ઝેક્શન પૂરુ ન થાય, તે સ્થિતિમાં તરત જ ઉપાડની સૂચના તપાસવી જોઈએ. સાથે જ બેંક એકાઉન્ટ બેલેન્સની જાણકારી પણ તરત જ હાસિલ કરવી જોઈએ કે ખાતામાંથી રૂપિયા તો કપાઈ ગયા નથી ને. જો રૂપિયા કપાઈ ગયા હોય તો તમારે પાંચ દિવસ રાહ જોઈ શકો છો, જે રકમ પરત ન આવી જાય, તો આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરિયાદને લઈને તમે બેંકમાં સંપર્ક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર