Home /News /business /કેશનું ટેંશન દૂર કરવા માટે SBIએ ફીમાં શરૂ કરી આ સર્વિસ!

કેશનું ટેંશન દૂર કરવા માટે SBIએ ફીમાં શરૂ કરી આ સર્વિસ!

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ લોકોની કેશની જરૂરિયાતને પુરી કરવા માટે એક નવી પહેલ કરી છે. એસબીઆઈએ રિટેલ આઉટલેટ પર તેની મશીનથી ફ્રીમાં એક દિવસમાં રૂ. 2000ની લેણ-દેણ કરવાની છૂટ આપી છે. તમને જણાવી દઈએ કે, દેશના કેટલાક ભાગમાં કેશની તંગીને જોઈ બેંકે આ પગલું ભર્યું છે. આગળની સ્લાઈડમાં જોઈએ શું ઉઠાવ્યું પગલું.

    SBIના કુલ 6.08 લાખમાંથી 4.78 લાખ પીઓએસ મશીન પૈસા છે

    એસબીઆઈએ કહ્યું કે, માત્ર અમારા જ ગ્રાહક નહીં પરંતુ અન્ય બેંકના ગ્રાહક પણ એસબીઆઈના પોઈન્ટ ઓફ સેલ્સ ટર્મિનન્સ પર પહોંચી શકે છે, અને પોતાના ડેબિટ કાર્ડ દ્વારા કેશ નીકાળી શકે છે. દેશભરમાં ભારતીય સ્ટેટ બેંકની કુલ 6.08 લાખ પીઓએસ મશીન છે. આમાંથી 4.78 લાખ પીઓએસ મશીન એવી છે કે, જેમાંથી કેશ નીકળે છે. એવામાં કેશની તંગીના આ સમયમાં આનો પાયદો ઉઠાવી શકાય છે.

    ડેબિટ કાર્ડનો ઉપયોગ ટિયર 3થી 6 શહેરમાં 1000 રૂપિયા સુધી પૈસા નીકાળી શકશે

    ભારતીય રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે હાલના સમયમાં ટિયર વન અને ટૂ શહેરમાં પ્રતિ કાર્ડ 1 હજાર અને ટિયર 3થી લઈ ટિયર 6 શહેરમાં 2 હજાર રૂપિયા સુધી પ્રતિ દિવસ નીકાળી શકાશે. એસબીઆઈના એમડી નીરજ વ્યાસે એક ટ્વીટમાં કહ્યું કે, કસ્ટમર એસબીઆઈ અને અન્ય બીજા બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ ટિયર 3થી 6 શહેરમાં 1000 રૂપિયા સુધી પૈસા નીકાળી શકશે. જ્યારે ટિયર 1 અને 2 શહેરમાં પ્રતિ દિવસ પ્રતિ કાર્ડ પણ 1000 રૂપિયા સુધીની રકમ નીકાળી શકાશે.

    આ પ્રદેશોના એટીએમ છે ખાલી

    એટીએમમાં પૈસા વગરના ભારતના રાજ્યોની વાત કરીએ તો, તેમાં આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર શામેલ છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Cash Crunch, Sbi customers, Withdraw

    विज्ञापन
    विज्ञापन