Home /News /business /

CarTrade IPO: આજે ખુલ્યો કારટ્રેડ ટેકનો આઈપીઓ, જાણો પ્રાઇસ બેન્ડથી લઈને લિસ્ટિંગ તારીખની વિગત

CarTrade IPO: આજે ખુલ્યો કારટ્રેડ ટેકનો આઈપીઓ, જાણો પ્રાઇસ બેન્ડથી લઈને લિસ્ટિંગ તારીખની વિગત

પ્રતીકાત્મક તસવીર.

CarTrade tech IPO open: આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રખાયો છે. આ ઉપરાંત 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બિડર્સ (NIB) માટે અને બાકીનો 35 ટકા હિસ્સો રિટેલર્સ માટે અનામત રખાયો છે.

    મુંબઈ: મલ્ટીચેનલ ઑટોમોબાઇલ પ્લેટફોર્મમ કારટ્રેડ ટેકના આઈપીઓ સોમવારે એટલે કે આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી (CarTrade tech IPO) ગયો છે. કંપનીની યોજના આઈપીઓ (Initial public offering) મારફતે 2,998 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આ શેરમાં રોકાણકારો મિનિમમ 9 ઇક્વિટી શેરના લૉટ માટે બિડ કરી શકે છે. રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 14,562 પ્રતિ લૉટ છે. આ આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રખાયો છે. આ ઉપરાંત 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બિડર્સ (NIB) માટે અને બાકીનો 35 ટકા હિસ્સો રિટેલર્સ માટે અનામત રખાયો છે.

    કારટ્રેડના (CarTrade) પ્લેટફોર્મ મારફતે સેકન્ડ હેન્ડ કાર્સની ખરીદી તેમજ વેચાણ અને નવી કાર પણ ખરીદી શકાય છે. તેની બ્રાન્ડ કારવાલે અને બાઇકવાલે આ સિગમેન્ટમાં સારી હાજરી પુરાવે છે. છેલ્લા બે નાણાકીય વર્ષથી પ્રોફિટ કરતું હોય તે આ એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. કંપની ઑટોમોટિવ સેક્ટરમાં માર્કેટિંગ, ખરીદી, વેચાણ અને ફાઇનાન્સિયલ સોલ્યૂશનનું કામ પણ કરે છે. કંપનીના મેનેજમેન્ટ પાસે ઑટોમોટિવ સેક્ટરનો વર્ષોનો અનુભવ છે.

    આ પણ વાંચો: Mid અને Smallcapમાં હજુ નથી લાગી બ્રેક, એક વર્ષમાં આ 16 શેર આપી શકે છે બે ડિજિટમાં વળતર

    ઇશ્યૂ ક્યારે ખુલશે (Subscription details)

    કારટ્રેડ ટેક આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 9 ઓગસ્ટ, 2021 એટલે કે આજે ખુલ્યો છે. જે 11 ઓગસ્ટ સુધી ભરી શકાશે.

    ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ (Issue Price Band)

    કારટ્રેડ ટેકના પ્રમોટરોએ પોતાના પબ્લિક ઇશ્યૂની કિંમત ₹1585થી ₹1618 નક્કી કરી છે.

    આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપી રહી છે સૌથી વધારે વ્યાજ, જાણો વિગત

    શેર ફાળવણીની તારીખ (Allotment date)

    CarTrade IPOના શેરની ફાળવણી 17 ઓગસ્ટ, 2021ના રોજ થવાની શક્યતા છે.

    આઈપીઓ લિસ્ટિંગ (IPOs listing)

    કારટ્રેક ટેકનો આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે. કારટ્રેડના શેરનું લિસ્ટિંગ 23 ઓગસ્ટના રોજ થવાની સંભાવના છે. આ તારીખોમાં કંપનીઓ ફેરફાર કરી શકે છે.

    આ પણ વાંચો:  1 લાખના 12 લાખ! આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium)

    આ અઠવાડિયે ચાર કંપની દલાલ સ્ટ્રીટમાં દસ્તક દેશે. ઉલ્લેખનીય છે કે ગ્રે માર્કેટ પહેલાથી જ આઈપીઓ અંગે બજારના મૂડના સંકેત આપી દે છે. કારટ્રેડ આઈપીઓ માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ ઉપલબ્ધ છે. 7 ઓગસ્ટના રોજ કારટ્રેડ આઈપીઓ માટે જીએમપી (Car Trade IPO GMP) ₹450 હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, CarTrade tech, GMP, Investment, IPO, NSE

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन