CarTrade Tech IPO allotment: આજે થશે શેરની ફાળવણી, આ રીતે સ્ટેટસ તપાસો, જાણો લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

પ્રતીકાત્મક તસવીર.

CarTrade Tech IPO allotment: ઑનલાઈન બાઇક અને કાર વેચતી કંપની CarTrade techના શેરની ફાળવણી આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ થવાની છે. કંપનીનો IPO 20.29 ગણો ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ: ઑનલાઈન બાઇક અને કાર વેચતી કંપની CarTrade techના શેરનું લિસ્ટિંગ (Listing) ભારતીય શેર બજારમાં 23 ઓગસ્ટ એટલે કે સોમવારે થશે. CarTrade techના શેરની ફાળવણી (Allotment) આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ થવાની છે. કંપનીનો IPO 20.29 ગણો ભરાયો હતો. મલ્ટીચેનલ ઑટોમોબાઇલ પ્લેટફોર્મમ કારટ્રેડ ટેકના આઈપીઓ (CarTrade Tech IPO) 9 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો. કંપનીની યોજના આઈપીઓ (Initial public offering) મારફતે 2,998 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium)

    ગ્રે માર્કેટમાં કંપનીના શેર 11% ઉપર એટલે કે 1,798 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ 1618 રૂપિયા રાખી હતી. એટલે કે એક શેર 180 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કારટ્રેડ ટેકના શેરમાં બારબર્ગ પિનકસ, ટેમાસેક, જેપીમૉર્ગન અને માર્ચ કેપિટલના પૈસા લાગ્યા છે.

    CarTrade Techના આઈપીઓનું અલૉટમેન્ટ 17મી તારીખના રોજ એટલે કે આજે થશે. શેર લાગ્યા કે નહીં તે અંગે રોકાણકારો આ રીતે જાણી શકે છે.

    BSE વેબસાઇટ મારફતે (CarTrade Tech IPO Allotment status)

    >> સૌથી પહેલા https://www.bseindia.com/investors/appli_check.asp પર ક્લિક કરો.

    >> બાદમાં Equity વિકલ્પ પસંદ કરો.

    >> તમારે જે કંપનીના શેરનું અલૉટમેન્ટ ચેક કરવું છે તે પસંદ કરો.

    >> તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.

    >> તમારો પાન કાર્ડ નંબર દાખલ કરો.

    >> જે બાદમાં તમારે I am not a robot બૉક્સ પર ક્લિક કરવાનું રહેશે.

    >> Search બટન પર ક્લિક કરતાની સાથે જ તમને સ્ટેટસ જોવા મળશે.

    KFin Technologies મારફતે સ્ટેટસ જાણો

    >> સૌથી પહેલા https://ris.kfintech.com/ipostatus/ipos.aspx લિંક પર ક્લિક કરો.

    >> જે બાદમાં ડ્રૉપબૉક્સમાંથી IPOનું નામ પસંદ કરો.

    >> જે બાદમાં આ પ્રમાણે વિગત દાખલ કરો- એપ્લિકેશન નંબર, ક્લાઇન્ટ આઈડી, PAN.

    >> જે બાદમાં એપ્લિકેશન ટાઇપ પસંદ કરો. એટલે કે ASBA અથવા નૉન-ASBAમાંથી પસંદ કરો.

    >> તમે જે મોડ પસંદ કરશો તે પ્રમાણે તમારે નીચે વિગત આપવી પડશે.

    >> કેપ્ચા ભરીને સબમીટ કરશો એટલે સ્ટેટસ જોવા મળશે.

    કારટ્રેડ ટેક આઈપીઓ (CarTrade IPO)

    મલ્ટીચેનલ ઑટોમોબાઇલ પ્લેટફોર્મમ કારટ્રેડ ટેકના આઈપીઓ 9 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો. કંપનીની યોજના આઈપીઓ (Initial public offering) મારફતે 2,998 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આ શેરમાં રોકાણકારો મિનિમમ 9 ઇક્વિટી શેરના લૉટ માટે બિડ કરી શકતા હતા. રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 14,562 પ્રતિ લૉટ હતો. આ આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રખાયો હતો. આ ઉપરાંત 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બિડર્સ (NIB) માટે અને બાકીનો 35 ટકા હિસ્સો રિટેલર્સ માટે અનામત હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: