Car Trade IPO allotment and GMP: માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસમાં CarTrade Techના શેરનો ગ્રે માર્કેટમાં ભાવ 275 રૂપિયાથી 310 રૂપિયા વચ્ચે ચાલી રહ્યો છે. આથી જેમને આઈપીઓ લાગશે તેમને 15-20 ટકાનો લિસ્ટિંગ ફાયદો મળી શકે છે.
મુંબઈ: કાર અને બાઇક વેચતી ઑનલાઇન કંપની CarTrade techનો આઈપીઓ 20.29 ગણો ભરાયો હતો. હવે તમામની નજર શેરના અલૉટમેન્ટ પર ટકેલી છે. CarTrade Techના શેરની ફાળવણી 17 ઓગસ્ટના રોજ થશે. હાલ ગ્રે માર્કેટમાં શેરનો ભાવ (CarTrade Tech share GMP) 275 રૂપિયા ચાલી રહ્યો છે. આ ભાવ કંપનીના ઇશ્યૂ કિંમતથી 17 ટકા વધારે છે. કંપનીની પ્રાઇસ બેન્ડ 1585-1618 રૂપિયા હતી.
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસમાં CarTrade Techના શેરનો ગ્રે માર્કેટમાં ભાવ 275 રૂપિયાથી 310 રૂપિયા વચ્ચે ચાલી રહ્યો છે. આથી જેમને આઈપીઓ લાગશે તેમને 15-20 ટકાનો લિસ્ટિંગ ફાયદો મળી શકે છે. નિષ્ણાતોએ એવું જણાવ્યું કે, પહેલા CarTrade techના આઈપીઓનું GMP 30થી 35 ટકા વચ્ચે હતું. એટલે કે લિસ્ટિંગ તારીખ નજીક આવતા તેમાં ઘટાડો નોંધાયો છે.
CarTrade Techના આઈપીઓનું અલૉટમેન્ટ 17મી તારીખના રોજ થઈ શકે છે. શેર લાગ્યા કે નહીં તે અંગે રોકાણકારો આ રીતે જાણી શકે છે.
>> જે બાદમાં આ પ્રમાણે વિગત દાખલ કરો- એપ્લિકેશન નંબર, ક્લાઇન્ટ આઈડી, PAN.
>> જે બાદમાં એપ્લિકેશન ટાઇપ પસંદ કરો. એટલે કે ASBA અથવા નૉન-ASBAમાંથી પસંદ કરો.
>> તમે જે મોડ પસંદ કરશો તે પ્રમાણે તમારે નીચે વિગત આપવી પડશે.
>> કેપ્ચા ભરીને સબમીટ કરશો એટલે સ્ટેટસ જોવા મળશે.
CarTrade IPO
મલ્ટીચેનલ ઑટોમોબાઇલ પ્લેટફોર્મમ કારટ્રેડ ટેકના આઈપીઓ 9 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો. કંપનીની યોજના આઈપીઓ (Initial public offering) મારફતે 2,998 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. આ શેરમાં રોકાણકારો મિનિમમ 9 ઇક્વિટી શેરના લૉટ માટે બિડ કરી શકતા હતા. રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 14,562 પ્રતિ લૉટ હતો. આ આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રખાયો હતો. આ ઉપરાંત 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બિડર્સ (NIB) માટે અને બાકીનો 35 ટકા હિસ્સો રિટેલર્સ માટે અનામત હતો.
કારટ્રેડના (CarTrade) પ્લેટફોર્મ મારફતે સેકન્ડ હેન્ડ કાર્સની ખરીદી તેમજ વેચાણ અને નવી કાર પણ ખરીદી શકાય છે. તેની બ્રાન્ડ કારવાલે અને બાઇકવાલે આ સિગમેન્ટમાં સારી હાજરી પુરાવે છે. છેલ્લા બે નાણાકીય વર્ષથી પ્રોફિટ કરતું હોય તે આ એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. કંપની ઑટોમોટિવ સેક્ટરમાં માર્કેટિંગ, ખરીદી, વેચાણ અને ફાઇનાન્સિયલ સોલ્યૂશનનું કામ પણ કરે છે. કંપનીના મેનેજમેન્ટ પાસે ઑટોમોટિવ સેક્ટરનો વર્ષોનો અનુભવ છે.
આઈપીઓ લિસ્ટિંગ (IPOs listing)
કારટ્રેક ટેકનો આઈપીઓ NSE અને BSE પર લિસ્ટ થશે. કારટ્રેડના શેરનું લિસ્ટિંગ 23 ઓગસ્ટના રોજ થવાની સંભાવના છે. આ તારીખોમાં કંપનીઓ ફેરફાર કરી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર