CarTradeના શેરનું 1.11%ના ઘટાડા સાથે નબળું લિસ્ટિંગ, ટ્રેડિંગ શરૂ થતાં જ શેર 6% તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

CarTrade shares Listing: કંપનીનીએ હાયર પ્રાઇસ બેન્ડ 1618 રૂપિયા હતી, પરંતુ શેરનું લિસ્ટિંગ તેનાથી નીચે કિંમતે થયું છે.

  • Share this:
    મુંબઈ: CarTrade shares Listing: ઑનલાઈન બાઈક અને કાર વેચતી કંપની કારટ્રેક ટેકનું નબળું લિસ્ટિંગ થયું છે. BSE પર આજે CarTrade Techના શેરનં ઇશ્યૂ પ્રાઇસથી 1.11% નીચે 1600 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. NSE પર શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી 1.13% નીચે 1599.80 રૂપિયા પર થયું હતું. CarTrade Techના શેરનો ઇશ્યૂ ભાવ 1618 રૂપિયા હતો.

    લિસ્ટિંગ પછી CarTradeના સેરનો કારોબાર શરૂ થયો હતો. જે બાદમાં શેર 6% નીચે 1518 રૂપિયા પર ટ્રેક કરી રહ્યા હતા. કંપનીના શેર પર સતત દબાણ ચાલુ છે. ટ્રેડિંગ શરૂ થયાની 10 મિનિટની અંદર જ CarTradeનો શેર 1512 રૂપિયા થઈ ગયો હતો. કંપનીના શેરની લોઅર સર્કિટ 1280 રૂપિયા છે.

    CarTrade Techના આઈપીઓમાં રોકાણ કરવાની મોટાભાગના બ્રોકરેઝ હાઉસે સલાહ આપી હતી. પોતાના સેક્ટરમાં લિસ્ટ થનારી આ પ્રથમ કંપની છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે કારટ્રેડ ટેકના આઈપીઓમાં રોકાણકારોને લિસ્ટિંગનો લાભ મળશે. કારટ્રેક ટેકનો ઇશ્યૂ 9મી ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 11મી તારીખે બંધ થયો હતો. કારટ્રેડ ટેકનો આઈપીઓ 20.29 ગણો ભરાયો હતો. ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સે 35.45 ગણી બોલી લગાવી હતી. જ્યારે નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત રખાયેલો હિસ્સો 41 ગણો ભરાયો હતો. રિટેલ હિસ્સો 2.75 ગણો ભરાયો હતો.

    કારટ્રેડ ટેક આઈપીઓ (CarTrade IPO)

    મલ્ટીચેનલ ઑટોમોબાઇલ પ્લેટફોર્મમ કારટ્રેડ ટેકના આઈપીઓ 9 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો. કંપનીની યોજના આઈપીઓ (Initial public offering) મારફતે 2,998 કરોડ રૂપિયા એકઠા કરવાની હતી. આ શેરમાં રોકાણકારો મિનિમમ 9 ઇક્વિટી શેરના લૉટ માટે બિડ કરી શકતા હતા. રિટેલ ઇન્વેસ્ટર્સ (Retail investors) માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 14,562 પ્રતિ લૉટ હતો. આ આઈપીઓનો અડધો હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રખાયો હતો. આ ઉપરાંત 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બિડર્સ (NIB) માટે અને બાકીનો 35 ટકા હિસ્સો રિટેલર્સ માટે અનામત હતો.

    ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટના રોજ એકસાથે ચાર કંપનીના શેરનું શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. જેમાંથી દેવયાની ઇન્ટરનેશનલ કંપનીએ રોકાણકારોને સારું એવું વળતર આપ્યું હતું.

    Exxaro Tiles:

    Exxaro tilesના શેરનું 5 ટકાના નજીવા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું હતું. BSE અને NSE પર Exxaro tilesનો શેર 5% પ્રીમિયમ પર 126 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ કિંમત (Exxaro Tiles IPO issue price) 120 રૂપિયા હતી. Exxaro tilesના શેરનું લિસ્ટિંગ T2T સેગમેન્ટમાં થયું છે. કંપનીની ઇશ્યૂ સાઇઝ 250 કરોડ રૂપિયાથી ઓછી હોવાથી આ સેગમેન્ટમાં તેનું લિસ્ટિંગ થયું છે.

    Devyani International:

    દેવયાની ઇન્ટરનેશનલનું બીએસઈ (BSE) પર ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. દેવયાની ઇન્ટરનેશનલના શેર બીએસઈ પર ઇશ્યૂ પ્રાઇસથી 56.67%ના પ્રીમિયમ (Devyani International stock listing) સાથે લિસ્ટ થયો હતો. દેવયાની ઇન્ટરનેશનલનો શેર બીએસઈ પર 141 રૂપિયા સાથે લિસ્ટ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 90 રૂપિયા હતી. NSE પર શેરનું લિસ્ટિંગ 56% પ્રીમિયમ સાથે 140.90 રૂપિયા પર થયું હતું.

    આ પણ વાંચો: ફક્ત ત્રણ મહિનામાં 1 લાખ બની ગયા 7.31 લાખ રૂપિયા, આ સ્ટૉકે આપ્યું 632% વળતર

    Windlas Biotech Listing price:

    કંપનીના શેરનું નબળું લિસ્ટિંગ થયું હતું. કંપનીએ શેરનો ઇશ્યૂ ભાવ 460 રૂપિયા રાખ્યો હતો. જ્યારે કંપનીના શેરનું લિસ્ટિંગ 437 રૂપિયા પર થયું છે. BSE પર Windlas Biotechના શેરનું લિસ્ટિંગ 4.57%થી નીચે 439 રૂપિયા પર થયું હતું. જ્યારે NSE પર 5%થી નીચે 347 રૂપિયા પર થયું હતું.

    Krsnaa Diagnostics listing price:

    કંપનીના શેરનું લિસ્ટિંગ ઉત્સાહજનક રહ્યું ન હતું. BSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 7.44% પ્રીમિયમ પર 1025 રૂપિયા પર થયું હતું. જ્યારે NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 5.40% પ્રીમિયમ પર 1055.55 રૂપિયા પર થયું હતું. કંપનીએ શેરની ઇશ્યૂ પ્રાઇસ 954 રૂપિયા રાખી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published: