Tata લાવી રહ્યું છે સુપર એપ; કાર, ફ્લાઈટ, હોટલ સહિતની સર્વિસ એક જ ક્લિક પર મળશે

Tata લાવી રહ્યું છે સુપર એપ; કાર, ફ્લાઈટ, હોટલ સહિતની સર્વિસ એક જ ક્લિક પર મળશે
ટાટા જૂથના ચેરમેન એન.ચંદ્રશેખરન

ટાટા જૂથે નવી બનાવેલ ટાટા ડિજિટલ(Tata Digital) હેઠળ એક સુપર એપ્લિકેશન બનાવી રહ્યું છે.

  • Share this:
    ટાટા સમૂહ(Tata Group) ઇલેક્ટ્રોનિક્સ, કરિયાણા, ફેશન અને લાઈફસ્ટાઈલ, બ્યુટી, મુસાફરી, આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન જેવી અનેકવિધ કેટેગરી ઉમેરીને એક એપ બનાવશે, જેનું નામ હશે સુપર એપ(Super App). કંપની તેના પર હાલ કામ કરી રહી છે અને આ એપ્લિકેશન યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો અંદાજ છે.

    બિઝનેસ ટુડે (Business Today)ને આપેલ એક ઈન્ટરવ્યુમાં ટાટા ગ્રુપના અધ્યક્ષ એન ચંદ્રશેકરને(N Chandrasekaran) સ્પષ્ટતા કરી હતી કે આ તમામ કેટેગરી એક સાથે નહીં ઉમેરવામાં આવે, ક્રમશ: આ તમામ કેટેગરી સુપર એપમાં જોડાશે.



    ટાટા ડિજિટલ અંતર્ગત બનશે સુપર એપ :

    ટાટા જૂથે નવી બનાવેલ ટાટા ડિજિટલ(Tata Digital) હેઠળ એક સુપર એપ્લિકેશન બનાવી રહ્યું છે. આ એપ ઇ-કોમર્સ સેક્ટર માટેની એક મહત્વાકાંક્ષી યોજના છે. ટાટા ઓનલાઈને કરિયાણાની દિગ્ગજ કંપની બિગબાસ્કેટ (Bigbasket)માં કન્ટ્રોલિંગ હિસ્સેદારી ખરીદવાના અંતિમ તબક્કાની વાટાઘાટોમાં છે અને આગામી સમયમાં ઇ-ફાર્મસી ચેઇન 1 એમજી (1mg)માં પણ હિસ્સો ખરીદવા ઈચ્છુક હોવાના અહેવાલ છે. જોકે, ટાટા અને બિગબાસ્કેટે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

    ચંદ્રશેકરને કહ્યું કે અમારી દરેક બ્રાન્ડ એકથી બે કરોડ ગ્રાહકોને સેવા આપે છે. અમે ગ્રાહકોને જરૂરી ઉત્પાદનો અને સેવા આપવાનો મહત્તમ પ્રયાસ કરી રહ્યા છીએ. જરૂરી નથી કે અમે આ તમામ સેવા ફક્ત ટાટા બ્રાન્ડ થકી જ આપીએ પરંતુ તે એક ઓપન સોર્સ હશે.. અમારી પાસે મજબૂત લોયલ્ટી પ્રોગ્રામ, પેમેન્ટ ઈન્જેન, ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સ અને અન્ય કેટેગરીઝ હશે.

    સુપર એપનું લોન્ચિંગ ક્યારે?

    જ્યારે સુપર એપના લોન્ચિંગની ડેડલાઈન કે તારીખ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ચંદ્રશેખરને તારીખ આપવાનો ઇનકાર કર્યો હતો. કોઈ ડેડૅલાઈન નક્કી નથી પરંતુ, તૈયારી પૂરજોશમાં છે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ટાટા સમૂહની આ સુપર એપ દ્વારા સામાન્ય માનવીનું, ગ્રાહકોનું ઝડપી બદલાતા આગળ આજના ડિજિટલ જમાનામાં જીવનશૈલી સરળ બનશે.

    અમારા ગૃપ પાસે ગ્રાહકોની ખૂબ મોટી સંખ્યા છે. તેઓ અમારી બ્રાન્ડને પસંદ પણ છે અને તેઓ ટાટા સાથે કરોબાર કરવા ઉત્સુક પણ છે પરંતુ, અમે તેમને માત્ર એવા ઉત્પાદનો અને સેવાઓ જ નથી આપવા માંગતા જેમની તેમને જરૂર છે પરંતુ, તેમની અને ગ્રાહકોના જીવન સરળ બનાવવાના કેન્દ્રબિન્દુ સાથે અમે આગળ વધી રહ્યાં છે,તેમ, ચંદ્રશેખરને ઉમેર્યું હતુ.
    Published by:Jay Mishra
    First published:February 20, 2021, 18:03 pm

    ટૉપ ન્યૂઝ