ગુજરાતમાં લગાવો ઇ-ચાર્જિંગ સ્ટેશન, થશે શાનદાર કમાણી, સરકાર આપી રહી 10 લાખ રૂપિયાની સબસિડી, જાણો બધુ જ

પ્રતિકાત્મક તસવીર

આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2026 સુધીમાં 20 લાખ ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાતને પહોંચી વળવા ભારતને આશરે 4,00,000 ચાર્જિંગ સ્ટેશનોની જરૂર છે.

 • Share this:
  નવી દિલ્હી : દેશના ઇલેકટ્રીક વાહનોને લઈને તમામ રાજ્યોની સરકારો તેમની તરફથી પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં હવે ગુજરાત સરકારે પણ તેના માટે નવી ઇ-વ્હિકલ પોલિસી જાહેર કરી છે. આ નીતિ હેઠળ, ગુજરાતમાં ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે 10 લાખ રૂપિયાની સબસિડી મળશે. ગુજરાતમાં હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવી છે.

  અને એક વર્ષમાં રાજ્યમાં બીજા 250 વધુ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની યોજના છે. ગુજરાતમાં ચાર્જિંગ ટેરિફની જાહેરાત પછી કરવામાં આવશે. ગુજરાતની નવી ઇ-વ્હિકલ પોલિસી અંતર્ગત ટૂ-વ્હીલર ઇવી પર 20,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. તો, 3-વ્હીલર ઇવી પર 50,000 રૂપિયા સુધીની સબસિડી મળશે. જ્યારે ફોર-વ્હીલર ઇવી પર 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે.

  ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઝડપથી વિશ્વભરમાં ઈલેક્ટ્રીકરણ થઈ રહ્યું છે

  નોંધનીય છે કે, આખા વિશ્વમાં, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઝડપથી વીજળીકરણ કરી રહ્યું છે. પર્યાવરણના પ્રદૂષણને રોકવા માટે આ એક યોગ્ય પગલું છે. તો, ભારત પણ આ દિશામાં ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. જે અંગે દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ અનેક વખત કહ્યું છે. પ્રદૂષણ રોકવાના પ્રયત્નોના ભાગરૂપે સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

  કેવડિયા એ દેશનું પહેલું શહેર હશે જ્યાં ફક્ત ઇલેક્ટ્રિક વાહનો જ ચાલશે

  તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, ગુજરાતનું કેવડિયા શહેર દેશનું પહેલું શહેર હશે જ્યાં ફક્ત ઇલેક્ટ્રિક વાહનો દોડશે. રવિવારે આની જાહેરાત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ઓપરેશન ઓથોરિટીએ ઇ-રિક્ષા ખરીદવા માટે સબસિડીની પણ જાહેરાત કરી છે.

  2026 સુધીમાં 20 લાખ EV માટે 4 લાખ ચાર્જિંગ સ્ટેશન જરૂરી છે

  આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2026 સુધીમાં 20 લાખ ઇલેક્ટ્રિક વાહનોની જરૂરિયાતને પહોંચી વળવા ભારતને આશરે 4,00,000 ચાર્જિંગ સ્ટેશનોની જરૂર છે. ગયા અઠવાડિયે ગ્રાન્ટ થોર્નટન ભારત-ફિક્કીના અહેવાલમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઇવી ઇન્ડસ્ટ્રી બોડી-સોસાયટી ઓફ મેન્યુફેક્ચર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હિકલ્સના જણાવ્યા મુજબ, માર્ચ 2021 સુધીમાં ભારતમાં લગભગ 16,200 ઇલેક્ટ્રિક કારો માટે 1,800 ચાર્જિંગ સ્ટેશન છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "એકંદરે, ઇવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇવી અને ચાર્જિંગ સ્ટેશન લાક્ષણિકતાઓ, બેટરી તકનીકો અને પાવર બજારો સાથે સજ્જડ રીતે જોડાયેલા છે.
  Published by:kiran mehta
  First published: