નવી દિલ્હી : જો તમે કોરોના સંકટ વચ્ચે તમારી નોકરી પણ ગુમાવી દીધી છે, તો ચિંતા કરવાનું બંધ કરો અને પોતાનો આ બિઝનેસ (Business opportunity) શરૂ કરવાની યોજના પર કામ કરો. આજે અમે તમને એવા બિઝનેસ (How to start own business) વિશે જણાવીશું, જેના દ્વારા તમે દર મહિને 5 થી 10 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. આ દિવસોમાં મોટાભાગના લોકો ઓનલાઇન શોપિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, કાર્ડબોર્ડની ઘણી માંગ છે. ઓનલાઇન બિઝનેસમાં કાર્ડબોર્ડ (cardboard business)ની સૌથી વધુ જરૂર છે. આજકાલ, નાનામાં નાની વસ્તુઓને પણ પેકેજ કરવા માટે કાર્ડબોર્ડની જરૂર પડે છે.
તમે કાર્ડબોર્ડ વ્યવસાય (cardboard business) શરૂ કરીને બમ્પર નફો મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, આખા વર્ષ દરમિયાન તેની માંગ સમાન રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વ્યવસાયમાં મંદીનો સામનો ખુબ ઓછો આવી છે. ચાલો તમને જણાવીએ કે, તમે દર મહિને 5 લાખ સુધી કેવી રીતે કમાઈ શકો છો.
કાચા માલ તરીકે ક્રાફ્ટ પેપર મટિરિયલની જરૂર પડે છે
કાર્ડબોર્ડ વ્યવસાય (cardboard business)માં કાચા માલ તરીકે ક્રાફ્ટ પેપર સૌથી મહત્વનું છે. તે બજારમાં લગભગ 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. અમે તમને જણાવી દઈએ કે, તમારું ક્રાફ્ટ પેપર જેટલું સારું હશે, બોક્સની ગુણવત્તા પણ એટલી જ સારી હશે. આ વ્યવસાય શરૂ કરવા માટે, લગભગ 5000 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. તમારે આ વ્યવસાય માટે એક પ્લાન્ટ પણ સ્થાપવો પડશે. આ સાથે, માલ રાખવા માટે વેરહાઉસ પણ બનાવવું પડશે. તમારે ગીચ વિસ્તારમાં કાર્ડબોર્ડ બોક્સનો વ્યવસાય શરૂ ન કરવો જોઈએ. તમને ગીચ સ્થળે માલ લાવવા અને લઈ જવામાં મુશ્કેલી થશે. મોટા ભાગના લોકો મોટા પાયે આ વ્યવસાય કરે છે.
કયા મશીનની જરૂર છે, કેટલો નફો થશે
આ વ્યવસાયમાં બે પ્રકારના મશીનોનો ઉપયોગ થાય છે. પ્રથમ સેમી-ઓટોમેટિક મશીન (Semi Automatic Machine) છે અને બીજું ફૂલ-ઓટોમેટિક મશીન (Fully Automatic Machine) છે. આ બંનેમાં રોકાણનો પણ તફાવત છે. જો આપણે આ વ્યવસાયમાં નફા વિશે વાત કરીએ, તો તેની માંગ સમગ્ર વર્ષ દરમિયાન સમાન રહે છે અને કોરોના સમયગાળા દરમિયાન, આવા બોક્સની માંગ વધારે જોવા મળી છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન પણ ખૂબ ઊંચું છે. જો તમે ગ્રાહકો બનાવવા અને સારા માર્કેટિંગ કરવા માટે સક્ષમ છો, તો આ વ્યવસાય શરૂ કરવાથી તમે દર મહિને 5 થી 10 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો.
રોકાણની વાત કરીએ તો, જો તમે આ બિઝનેસ નાના પાયે કરવા માંગો છો, તો તમારે ઓછું રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, આ બિઝનેસમાં વપરાતા મશીનો મોંઘા છે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો, તો તમારે 20 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. તો, ફૂલ ઓટોમેટિક મશીન માટે 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર