cardano: આ ક્રિપ્ટો કરન્સીએ ભુક્કા બોલાવ્યા, આ વર્ષે અત્યારસુધીમાં 1570 ટકા આપ્યું વળતર

પ્રતિકાત્મક તસવીર

cardano ક્રિપ્ટો કરન્સીએ (cardano crypto Currency) આ વર્ષે વર્ચ્યુઅલ કરન્સીના બજારમાં ભુક્કા બોલાવ્યા છે. આ કરન્સીમાં પૈસા રોકાનારા લોકો માલામાલ થયા છે.

  • Share this:
    cardano ક્રિપ્ટો કરન્સીએ (cardano crypto Currency) આ વર્ષે વર્ચ્યુઅલ કરન્સીના બજારમાં ભુક્કા બોલાવ્યા છે. આ કરન્સીમાં પૈસા રોકાનારા લોકો માલામાલ થયા છે. એટલું જ નહીં પરંતુ ક્રિપ્ટોમાં જેનું સૌથી મોટું નામ છે એવા બિટકોઈન (Bitcoin) અથવા તો ઈથીરિયમ (Ethereum) કરતાં પણ આ ક્રિપ્ટો કરરન્સીએ અનેક ગણું વધારે વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં cardanoએ 1570 ટકાનું વળતર આપ્યું છે જ્યારે તેની સામે બિટકોઈને માત્ર 68 ટકા જ વળર આપ્યું છે.

    બિટકોઈન બાદ વિશ્વની સૌથી જાણીતી મોટી ક્રિપ્ટો કરન્સી ઈથીરિયમ (Ethereum)છે. cardano આ વર્ષે તેના કરતાં પણ અનેક ગણું વળતર આપ્યું છે કારણ કે ઈથીરિયમમાં રોકાણ કરનારા રોકાણકારોનું 345 ટકા વળતર મળ્યું છે. cardano નું માર્કેટ કેપ આ વર્ષે 91 બિલિયન ડૉલરની નજીક છે. જ્યારે પ્રથમ નંબરે હજુ પણ બિટકોઈન જ છે.

    જાપાનમાં લિસ્ટિંગ

    આ કરન્સી વિશે કહેવાઈ રહ્યું છે કે તે જાપાનમાં લિસ્ટ થઈ છેજેના કારણે તેના બજારીકરણને મજબૂતી મળી રહી છે અને લોકોને ભરોસો થઈ રહ્યો છે. આ ઉપરાંત આ કરન્સની ગ્રીન કોઈન “green coin” . રોકાણકારોને રસ પડે અને તેઓ એમાં મોટી માત્રામાં રોકાણ કરે એને કહેવામાં આવી રહી છે. ગ્રીન કોઈન એટલે એવી કરન્સીમાં કહેવામાં આવે છે.

    CoinMarketCap માર્કેટ કેપ વેબસાઇટ મુજબ સ્થાનિક સમય રાત્રિના 9.20 કલાકે બિટકૉઇન 48746 ડૉલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે ઈથીરિયમ 3244 ડૉલર પર ટ્રેડ કરી રહી હતી જ્યારે Cardano 2.83 ડૉલર પર વેપાર કરી રહી હતી.

    આ પણ વાંચો :  Multibagger Stocks: રૂ. 10.83ના આ શેરે માર્કેટમાં ભુક્કા બોલાવ્યા! રૂ. 1 લાખના થઈ ગયા રૂ. 85 લાખ

    ક્રિપ્ટોમાં ફરીથી તેજીનું મોજું

    સીએનબીસી ટીવી 18ના રિપોર્ટ મુજબ ક્રિપ્ટોકરન્સીના બજારમાં ફરીથી તેજી આવી રહી છે. બિટકોઇનમાં 65 ટકા અને ઈથીરિયમમાં 80 ટકા તો પછી Nasdaq Crypto index માં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. તો Dogecoinમા 450 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે Cardanoમાં 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કાર્ડેનો બ્લોકચેઇનની શરૂઆત વર્ષે 20મી જુલાઈએ શરૂઆત થઈ હતી અને ગત શુક્રવારે પહેલીવાર આ કરન્સીએ 2.56 ડૉલરના રેટને પાર કર્યો હતો. આમ એક જ મહિનામાં આ કરન્સીએ 154.4 ટકાનું રિટર્ન આપ્યું છે.

    બિટકૉઇન ફરી 50,000 ડૉલરની નજીક

    દરમિયાન કડાકો બોલી ગયા બાદ ફરી એકવાર બિટકૉઇન ક્રિપ્ટો કરન્સીની બજારમાં 50 હજાર ડૉલરની આજુ બાજુ પહોંચી ગયો છે. સૌથી વેલ્યુએબલ ક્રિપ્ટોકર્સી બીટકૉઇન 65000 ડૉલરના ઑલ ટાઇમ હાઇથી 65 ટકા જેટલું પટકોય હતો અને લાંબા સમય સુધી 30 હજાર ડૉલરની આજુબાજુ રહ્યો હતો.
    Published by:Jay Mishra
    First published: