Home /News /business /

કાર્બન મુક્ત બનશે ભારતીય અર્થવ્યવસ્થા: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કાર્બન મુક્ત બનશે ભારતીય અર્થવ્યવસ્થા: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ફાઈલ તસવીર

ભારતની ઊર્જા માંગમાં જે વૃદ્ધિ થશે તે માટે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર આગળ હશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ (Central Petroleum and Natural Gas) મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Minister Dharmendra Pradhan) જણાવ્યું કે વિકસિત દેશો કરતા ભારતની (India) પ્રાથમિકતાઓ અલગ છે. તે છતા એક જવાબદાર વૈશ્વિક નાગરિક હોવાને નાતે તે પોતાની અર્થવ્યવસ્થા (Economy) કાર્બન મુક્ત (Carbon free) રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એક અમેરિકી ‘થિક ટૈંક’ને જણાવ્યું કે આવનારા વર્ષોમાં ભારતની ઉર્જા માંગમાં વૃદ્ધિ થશે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભારતની ઊર્જા માંગમાં જે વૃદ્ધિ થશે તે માટે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર આગળ હશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે 2030 સુધીમાં ભારતની ઊર્જા ટોકરીમાં કુલ જરૂરિયાતમાંથી 40 ટકા હિસ્સો નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર પૂર્ણ કરશે.

ભારતીય અર્થવ્યવસ્થા
સેંટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS)ના કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, “ભારત એક ઊભી થઈ રહેલ અર્થવ્યવસ્થા છે. દુનિયાની વિકસિત અર્થવ્યવસ્થા મામલે ભારતની પ્રાથમિકતાઓ અને રણનીતિ અલગ છે.” તેમણે ભારત પોતાની અર્થવ્યવસ્થા કાર્બન મુક્ત રાખવા માટે પ્રતિબદ્ધ છે, તે વાત પર વધુ ભાર મુક્યો હતો.

આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

કાર્બન મુક્ત અર્થવ્યવસ્થા એટલે કે, જ્યાં કાર્બનનું ઉત્સર્જન કરતા સ્ત્રોત ઓછા હોય, જેથી પર્યાવરણને નુકસાન ના થાય. પારંપરિક ક્ષેત્રો સિવાય ભારત ઊર્જાના ભવિષ્ય સ્ત્રોત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ભારતના હાઈડ્રોજન મિશન અંગે જણાવતા હાઈડ્રોજનને પ્રાથમિક ક્ષેત્ર ગણાવ્યું હતું.ભારતની આ ક્ષેત્રે નીતિગત પહેલ જારી છે અને તે ક્ષેત્રે અમેરિકા સાથે કામ કરી રહ્યું છે. સાથે સાથે ઊર્જાનું મૂલ્ય નિર્ધારણ અને વિતરણ મામલે બજાર આધારિત સુધારા અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: ધર્મેન્દ્ર પ્રધાન

આગામી સમાચાર