કાર ચાલક થઇ જાવ સાવધાન! 1 એપ્રિલથી દરેક કાર માટે જરૂરી બનશે આ ફીચર, જાણો શું છે સરકારનો નવો નિયમ

કાર ચાલક થઇ જાવ સાવધાન! 1 એપ્રિલથી દરેક કાર માટે જરૂરી બનશે આ ફીચર, જાણો શું છે સરકારનો નવો નિયમ
પ્રતિકાત્મક તસવીર

સરકારે કારમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે

 • Share this:
  નવી દિલ્હી : જો તમે કાર ચલાવો છો તમારા માટે એક મોટા સમાચાર છે. ભારત સરકાર કારમાં ફ્રન્ટ એરબેગને (Airbag mandatory) જરૂરી બનાવવા જઈ રહ્યું છે. હવે 1 એપ્રિલથી દરેક ગાડીમાં ડ્રાઇવરની સાથે-સાથે પેસેન્જર સાઇડમાં પણ એરબેગ આપવી ફરજિયાત રહેશે. સડક અને પરિવહન મંત્રાલયે કાનૂન મંત્રાલયને તેને લઇને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેને મંજૂરી મળી ગઈ છે. સરકારે કારમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે.

  મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી દિવસોમાં આ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એટલે કે 1 એપ્રિલ 2021ના દિવસ કે તે પછી બનેલી કારમાં બે ફ્રન્ટ એરબેગ જરૂરી રહેશે. નોટિફિકેશન પ્રમાણે વર્તમાન મોડલો માટે આ નવો નિયમ 31 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. મૂળ રુપથી પ્રસ્તાવિત સમય સીમા જૂન 2021થી હતી. જેને વધારી દેવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સરકારે આગામી વર્ષથી બધી કારમાં ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર સલાહ માંગી હતી.  આ પણ વાંચો - અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી મળી, શું આવનારી ફિલ્મ માટે મલ્હારનો આ પબ્લિસિટી સ્ટંટ છે?

  છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકાર કારને વધારે સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. જેથી હવે પહેલાના મુકાબલે કારમાં સ્ટાન્ડર્ડ રૂપથી વધારે સેફ્ટી ફિચર્સ આપવામાં આવે છે જે કાર ચલાવનાર ડ્રાઇવર સાથે પેસેન્જર્સની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જેથી સરકાર તેના પર ભાર આપી રહી છે. ઓટો કંપનીઓ સરકારના દિશા નિર્દેશને જોતા કારમાં આ ફીચર્સને જોડી રહી છે.

  હાલના નિયમમાં કારમાં ફક્ત ડ્રાઇવર સીટ માટે એરબેગ ફરજિયાત છે. સાથે બેસેલા યાત્રા માટે એરબેગ જરૂરી નથી.
  Published by:Ashish Goyal
  First published:March 04, 2021, 18:20 pm

  ટૉપ ન્યૂઝ