Home /News /business /Business idea: લગ્ન સિઝનમાં આ બિઝનેસમાં બહુ જ કમાણીના ચાન્સ, જાણો કેવી રીતે કરવી શરૂઆત?

Business idea: લગ્ન સિઝનમાં આ બિઝનેસમાં બહુ જ કમાણીના ચાન્સ, જાણો કેવી રીતે કરવી શરૂઆત?

વિન્ટેજ અને લકઝરી કારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે

Business idea: જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ અને કારો વિશે સારું જ્ઞાન છે તો કાર રેન્ટલ સર્વિસ તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે. લગ્નની સિઝનમાં આ બિઝનેસમાં ચાર ચાંદ લાગી શકે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે ઘણી રીતો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સામાન્ય દિવસોમાં આપણે અવર-જવર માટે ભલે કોઈ વાહનનો ઉપયોગ ન કરીએ, પરંતુ લગ્ન દરમિયાન વેડિંગ ડેસ્ટિનેશન પર વરરાજાને કંઈક ખાસ એન્ટ્રી જોઈએ છે. એવામાં હંમેશા કોઈ ખાસ કારની જરૂર પડે છે. હવે એક દિવસ માટે કોણ ખાસ કાર ખરીદશે, એવામાં કામ આવે છે કાર રેન્ટલ સર્વિસ. ગત કેટલાક સમયમાં આ માટે વિન્ટેજ કે લકઝરી કારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.

    કાર રેન્ટલ સર્વિસ


    CNBC-TV18 HINDIના અહેવાલ અનુસાર, જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ અને કારો વિશે સારું જ્ઞાન છે તો કાર રેન્ટલ સર્વિસ તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે. લગ્નની સિઝનમાં આ બિઝનેસમાં ચાર ચાંદ લાગી શકે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે ઘણી રીતો છે. જો તમારી રોકાણની ક્ષમતા વધારે છે તો તમે પોતે જ કેટલીક કાર ખરીદી શકો છો.

    જો તમે વધારે રોકાણ કરવા માંગતા નથી તો, તમારી કારની સાથે તમે હાલની કોઈ કાર રેન્ટલ સર્વિસ સાથે જોડાઈને તમારી કારના બદલામાં રકમ મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ Zerodhaના નીતિન કામથે શા માટે એવુ કહ્યુ કે શેરબજારમાં રૂપિયા કમાવવા ખાવાનો ખેલ નથી?

    તમારી કાર રેન્ટલ કંપની પણ ખોલી શકો છો


    તમે પોતે તમારી કાર રેન્ટલ કંપની પણ ખોલી શકો છો, જેનું તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આમાં તમે ડ઼્રાઈવર અને કેટલાક સ્ટાફને નિયુક્ત કરીને લોકોને કાર રેન્ટની સર્વિસ આપી શકો છો. લગ્ન ઉપરાંત તમે કેબ તરીકે પણ તમારી કારનો ઉપયોગ કરી શકો છો.

    કાર રેન્ટલ સર્વિસ શરૂ કરવા માટે રોકાણ


    કાર રેન્ટલ સર્વિસ શરૂ કરવાનો ખર્ચ એ વાત પર નિર્ભર કરે છે કે, તમે તેને કઈ રીતે શરૂ કરવા માંગો છો. જો તમે નવી કાર ખરીદો છો, તો વધારો રોકાણ કરવું પડશે, જ્યારે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાથી રોકાણની રકમ ઓછી થઈ જાય છે.

    જો તમે કોઈ કાર માલિકને તમારી કંપનીમાં જોઈન કરીને તેનાથી કમીશન મેળવવા માંગો છો, તો આમાં બહુ જ ઓછા રોકાણની સાથે આ બિઝનેસને શરૂ કરી શકાય છે. આ ઉપરાંત તમે સ્પેશિયલ મોમેન્ટસ માટે વિન્ટેજ કે લકઝરી કારને ખરીદો છો તો આ રકમ કરોડોમાં પહોંચી શકે છે.

    આ પણ વાંચોઃ વાહ! હવે ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવા બેંકનો ધક્કો નહીં ખાવો પડે, બસ એક મિસકોલ

    આવી રીતે થશે બિઝનેસનું રજિસ્ટ્રેશન


    કાર રેન્ટલ બિઝનેસ શરૂ કરવા માટે તમારે તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે તમારા વ્યવસાયને નગર નિગમ, નગરપાલિકા જેવા સ્થાનિક સત્તાધિકારીમાં નોંધણી કરાવવી પડશે.

    તેની સાથે જ ટેક્સ રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. જો કે, બિઝનેસ મોડલ અનુસાર રજિસ્ટ્રેશન અને લાયસન્સ જુદા-જુદા હોઈ શકે છે. આવો જાણીએ આ બિઝનેસને શરૂ કરવા માટે કયા-કયા દસ્તાવેજોની જરૂર પડે છે.


    ડ્રાઈવિંગ લાયસન્સ
    RC પેપર
    PUC પેપર
    વીમો
    ફિટનેસ સર્ટિફિકેટ
    સ્થાનિક સત્તના નિયમો મુજબ પ્રમાણપત્ર
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Earn money

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन