કાર ઇન્શ્યોરન્સ લેવા માંગો છો? એક વર્ષ માટે લેશો તો થશે આટલો ફાયદો

News18 Gujarati
Updated: September 1, 2019, 2:05 PM IST
કાર ઇન્શ્યોરન્સ લેવા માંગો છો? એક વર્ષ માટે લેશો તો થશે આટલો ફાયદો
નવી અને જૂની કાર માટે અલગથી ઓન ડેમેજ વીમો ઉપલબ્ધ કરાશે.

ઇરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તે નવી અને જૂની કાર માટે અલગથી ઓન ડેમેજ વીમો ઉપલબ્ધ કરાવશે. નિષ્ણાતો પાસેથી જાણીએ વીમાના નવા નિયમો વિશે.

  • Share this:
વાહન વીમા સંબંધિત નિયમો આજથી બદલાઈ રહ્યા છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વીમા કંપનીઓને નવી અને જૂની કાર માટે અલગ ઓન ડેમેજ વીમો આપવા જણાવ્યું છે. નિષ્ણાતો પાસેથી વીમાના નવા નિયમો વિશે જાણો.

1. થર્ડ પાર્ટી (TP) વીમો: તમામ પ્રકારના વાહનોનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે. આ વીમામાં તે ત્રીજો વ્યક્તિને આવરી લેવામાં આવતો હોય છે, જે આપણી કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ શકે છે અથવા મોત થઇ શકે છે. આવા કિસ્સાઓમાં વીમા કંપની વળતરનો ખર્ચ ઉઠાવે છે. આ વીમા સાથે વ્યક્તિગત અકસ્માતનું કવર લેવું પણ જરૂરી છે. જો કે જેમની પાસે પહેલેથી જ વ્યક્તિગત અકસ્માત વીમો છે તેમને કાર વીમા સાથે અકસ્માતનું આવરણ લેવાની જરૂર નથી.

2. નુકસાન ઉપર (OD) વીમો: પૂર, ધરતીકંપ, તોફાનો, ચોરી વગેરે કુદરતી આફતોમાં થતા નુકસાનને આ વીમામાં આવરી લેવામાં આવ્યું છે.શું હતો નિયમ

હમણાં સુધી કોઈપણ ગ્રાહકે ફોર વ્હીલર ખરીદતી વખતે 3 વર્ષ ટીપી વીમો અને ટુ-વ્હીલર માટે પાંચ વર્ષ માટે ટીપી વીમો લેવો જરૂરી હતો. ત્યારબાદ તેને 3 અથવા 5 વર્ષ માટે રિન્યુ કરવું પડ્તુ હતુ. ઉપરાંત ગ્રાહક ઓડી વીમો પણ ફોર વ્હીલર અને ટુ-વ્હીલર માટે 1 વર્ષ સુધી ખરીદી કરી શકશે. ગ્રાહકોને તે જ વીમા કંપની પાસેથી ઓડી વીમો ખરીદવો પડ્તો હતો જ્યાંથી ટી.પી. વીમો ખરીદ્યો છે.સમસ્યા એ છે કે ઓડી વીમાના રિન્યુ વિશે કંઇ સ્પષ્ટ નથી. ત્યાં ઘણા ગ્રાહકો એવા હતા જેમણે ગયા વર્ષે એક વર્ષનો ઓડી વીમો લીધો હતો. તેઓ સમજી શક્યા નહીં કે હવે ઓડી વીમાનું રિન્યુ કેવી રીતે કરવું. આવા ગ્રાહકને હવે રાહત મળશે. જેની પાસે એક વર્ષથી વધુ સમય માટે ઓડી વીમો હોય છે તે સમય પૂર્ણ થવા પર તેનું રિન્યુ કરી શકે છે.1. ઓડી વીમો અલગથી લઈ શકાય : હવે ગ્રાહકો કોઈપણ કંપની પાસેથી ઓડી વીમો લઈ શકશે અને તે કોઈપણ કંપની પાસેથી રિન્યૂ કરાવી શકશે. જેની પાસેથી તેમણે ટી.પી. વીમો લીધેલો છે તેની પાસેથી ઓડી વીમો લેવો જરૂરી નથી. બીજી તરફ ઓડી વીમામાં લાગેલી આગ અને ચોરીને પણ આવરી લેવામાં આવશે. જો કે દર વર્ષે ઓડી વીમા પોલિસી નવીકરણ કરવાની રહેશે.

2. પેકેજનો વિકલ્પ પણ હશે: નવા નિયમો હેઠળ વીમા કંપનીઓ પાસે ગ્રાહકને વીમા એડ-ઓન પેકેજ આપવાનો વિકલ્પ પણ હશે. એટલે કે જો કોઈ ગ્રાહક ટીપી વીમાની સાથે સાથે ઓડી વીમા અને એડ-ઓન પેકેજીસ મેળવવા માંગે છે, તો કંપનીઓ ઇનકાર કરી શકશે નહીં.

3. સસ્તો હશે OD વીમો: કોઈપણ કંપની પાસેથી ઓડી વીમો લેવાની સ્વતંત્રતા પછી વીમા કંપનીઓમાં હરીફાઈ વધશે અને તેઓ ઓડી વીમાનું પ્રીમિયમ સસ્તું કરી શકશે. જો કે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ અન્ય વીમાના પ્રીમિયમમાં બહુ તફાવત રહેશે નહીં, કારણ કે વાહનોના અનેક વીમાની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, જેનું પ્રીમિયમ પણ નિશ્ચિત છે.

તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં

વાહન વર્ષો જુનું થાય છે. આવા કિસ્સામાં, તેના નુકસાન પરનું મૂલ્ય પણ ઘટે છે. આ વીમા પ્રીમિયમને અસર કરે છે. તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે. જો તમે એક સાથે ત્રણ વર્ષ (કાર માટે) ઓડી વીમો આપો છો, તો તમારે તે જ વર્ષના વાહનના ભાવ અનુસાર ત્રણ વર્ષનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
First published: September 1, 2019, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading