ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારા ઇન્સ્યોરન્સ પર થશે આ અસર

News18 Gujarati
Updated: February 8, 2019, 6:32 PM IST
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારા ઇન્સ્યોરન્સ પર થશે આ અસર
હવે જો તમે રસ્તા પર ચાલતા ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો તે તમારા ખિસ્સામાં પર ભારે પડી શકે છે.

હવે જો તમે રસ્તા પર ચાલતા ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરો તો તે તમારા ખિસ્સામાં પર ભારે પડી શકે છે.

  • Share this:
હવે જો તમે રસ્તા પર ચાલતા ટ્રાફિક નિયમોનું પાલન ન કરો તો તે તમારા ખિસ્સામાં પર ભારે પડી શકે છે. હકીકતમાં, ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર ચલાવનાર વાહનના ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે. પરિવહન મંત્રાલય ટૂંક સમયમાં જ ઇન્ડિયન ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી (IRDA) સાથે કરાર કરવા જઇ રહ્યું છે. આમા પરિવહન મંત્રાલય ઉપરાંત, ટ્રાફિક પોલીસ અને વીમા પોલિસી કંપની આપનાર કંપનીઓને પણ એક સોફ્ટવેર દ્વારા લિંક કરવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષમાં, ટ્રાફિક નિયમો અનેક વખત તૂટી ગયાં છે. આ ધોરણે, વાહન વીમા માટે પ્રીમિયમની રકમ નક્કી થશે. હાલ જે લોકો ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક નિયમોને યોગ્ય રીતે અનુસરે તો તે લોકોને ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવતી વખતે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે.

આ પણ વાંચો: Paytm જેવા વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે મોટા ન્યૂઝ, RBIએ કરી આ જાહેરાત

પરિવહન મંત્રાલય આ વિશે જલ્દી જ (ઇરડા)સાથે વાત કરી શકે છે. તેનાથી પરિવહન મંત્રાલય ઉપરાંત ટ્રાફિક કંપનીઓ અને વીમા પૉલિસી આપનારી કંપનીઓને પણ સૉફ્ટવેર દ્વારા લિંક કરવામાં આવશે.

મંત્રાલય ઇરડા ડેટાબેઝને જલ્દી જ વાહન સૉફ્ટવેર સાથે લિંક કરશે. આ સૉફ્ટવેરની મદદથી વિભાગને જાણ થશે કે કોણ તેમના વાહનનો સમયસર વીમો ભરતુ નથી. આ રીતે ટ્રાફિક પોલીસ રસ્તા પર ચાલી રહેલી ગાડીને જપ્ત કરી શકશે. જપ્ત કરાયેલ વાહન ત્યારે જ છોડવામાં આવશે જ્યારે તેના વાહન માલિકે વીમો લીધો હોય.

મંત્રાલયનું કહેવું છે કે આનાથી રસ્તા પર થઇ રહેલા અકસ્માતોમાં ઘટાડો થઇ શકે છે. ભારતમાં દર વર્ષે 5 લાખથી વધુ રોડ અકસ્માત થાય છે, જેમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે.
First published: February 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...