Home /News /business /

100 વખત રીજેક્ટ થવા છતા ન હારી હિંમત, માત્ર 34ની ઉંમરે આ કામથી બની ગઇ અબજોપતિ

100 વખત રીજેક્ટ થવા છતા ન હારી હિંમત, માત્ર 34ની ઉંમરે આ કામથી બની ગઇ અબજોપતિ

ગ્રાફિક ડિઝાઇન પ્લટફોર્મ કેનવાની સહ-સંસ્થાપક (CEO) મેલાની પાર્કિન્સ (Melanie Perkins) નું નામ ખૂબ ચર્ચામાં છે

success story- જીવનમાં પડકારોને જોઇને ડરી જતા લોકો ક્યારેય પ્રગતિ સાધી શકતા નથી અને જે ડર્યા વગર દરેક પડકાર સામે લડે છે, તે આગળી વધી જ જાય છે

જીવનમાં પડકારોને જોઇને ડરી જતા લોકો ક્યારેય પ્રગતિ સાધી શકતા નથી અને જે ડર્યા વગર દરેક પડકાર સામે લડે છે, તે આગળી વધી જ જાય છે. આપણી આસપાસ એવા અનેક ઉદાહરણો (Success Story)છે જેમણે આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી છે. તેઓ દુનિયા માટે એક ઉદાહરણ બન્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગ્રાફિક ડિઝાઇન પ્લટફોર્મ કેનવાની સહ-સંસ્થાપક (CEO) મેલાની પાર્કિન્સ (Melanie Perkins) નું નામ ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ મેલાની પાર્કિન્સ અને ક્લિફ ઓબ્રેક્ટે કેનવા(Canva)ના સ્ટાર્ટઅપ દ્વારા લગભગ 12 બિલિયન ડોલરની સંપત્તિ એકત્રિત કરી સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ દોર્યુ છે. પોતાના જીવનમાં 100થી વધુ વખત રીજેક્શન સહન કરનાર મેલાની પાર્કિન્સ આજે બિઝનેસની દુનિયામાં જે મુકામ પર છે ત્યાં સુધી અમુક લોકો જ પહોંચી શક્યા છે.

શું છે કેનવા અને શું છે તેની ખાસિયત

કેનવા એક ગ્રાફિક ડિઝાઇન ઓનલાઇન પ્લેટફોર્મ છે. જેમાં તમે ડિઝાઇન બનાવી શકો છો. તમે ગૂગલ પર કેનવા સર્ચ કરી શકો છો. તેની વેબસાઇટ સૌથી પહેલા આવે છે. જેનું પુરૂ ટાઇટલ Canva. Design for everyone છે. એટલે કે બધા લોકો માટે ડિઝાઇન. જેને ડિઝાઇનની જાણકારી નથી, તે પણ ખૂબ સરળતાથી ડિઝાઇન બનાવી શકે છે. આ જ વાત કેનવા પ્લેટફોર્મની ખાસિયત છે. હવે તેનો ઉપયોગ પ્રોફેશનલ ડિઝાઇનર્સ પણ કરે છે.

પાર્ટ ટાઇમ ટિચિંગ દરમિયાન આવ્યો વિચાર

મેલાની અત્યારે માત્ર 34 વર્ષની છે. તેનો જન્મ વર્ષ 1987માં ઓસ્ટ્રેલિયા ખાતે થયો હતો. 2007માં તે એક યૂનિવર્સિટીમાં પાર્ટ ટાઇમ ટિચિંગ કરી રહી હતી. તેને બાળકોને ડેસ્કટોપ પર ડિઝાઇન સોફ્ટવેર શીખવવાનું કામ કરવાનું હતું. મેલાનીને ત્યારે લાગ્યું કે આ સોફ્ટવેર ખૂબ જટિલ છે અને તેને શીખવવો અને શીખવો સરળ નથી. આ સાથે જ તે સોફ્ટવેર ખૂબ મોંઘો પણ હતો. અહીંથી જ તેને કેનવા બનાવવાનો વિચાર આવ્યો. તેને લાગ્યું કે એક એવું ટૂલ હોવું જોઇએ, જેમાં કોઇ પણ વ્યક્તિ ડિઝાઇન કરી શકે.

આ રીતે શરૂ થઇ કંપની

મેલાનીએ ત્યારે જ એક બિઝનેસ પાર્ટનર સાથે ફ્યૂઝન બુક્સ(Fusion Books) નામની કંપની શરૂ કરી દીધી. ફ્યૂઝન બુક્સ પણ એક ડિઝાઇન કંપની હતી. મેલાનીના બિઝનેસ પાર્ટન ક્લિફ ઓબરેક (Cliff Obrecht) હતા. બંને બિઝનેસ પાર્ટનર ક્લિફ અને મેલાની બાદમાં લાઇફ પાર્ટનર બની ગયા હતા. 2012માં વધુ એક વ્યક્તિ કેમરન એડમ્સ (Cameron Adams) તેમની સાથે જોડાયો અને ત્રણેયએ મળીને કેનવાની શરૂઆત કરી. કેનવા અન્ય પ્લેટફોર્મની સરખામણીએ વધુ સરળ હતું.

આ પણ વાંચો - માત્ર 420 રૂપિયા ભરી દર મહિને મેળવો રૂપિયા 10 હજારનું પેન્શન, જાણો સરકારની આ ખાસ યોજના વિશે

100 વખત મળ્યું રીજેક્શન

કોઇ પણ માણસ 100થી વધુ વખત રીજેક્ટ થાય તો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. પરંતુ મેલાનીની સાથે આવું ન થયું. તેને પોતાના પર અને પોતાના આઇડિયા પર સંપૂર્ણ ભરોસો હતો. ફંડિગ મેળવવામાં કંપનીને 3 વર્ષ લાગ્યા હતા. મેલાની પાર્કિન્સ જણાવે છે કે, હકીકતમાં બિઝનસ યોગ્ય રીતે રજૂ ન કરી શકવાથી જ ફંડિંગ મળવામાં પરેશાનીઓ થઇ હતી. જ્યારે પણ કોઇ સંભવિત રોકાણકાર(Investor) સાથે વાત થતી તો તેને કેનવાના ટેક્નિકલ સોલ્યુશન જણાવવામાં આવતા અને આ પ્રકારની અનેક મીટિંગ્સનો અંત શૂન્ય રહ્યો હતો.

વાર્તા દ્વારા સમજાવટ

મેલાની અને તેના પાર્ટનર્સ ધીમે ધીમે સમજી શક્યા કે રોકાણકારોને ટેક્નિકલ સોલ્યુશન નથી જાણવા, તે કંઇક બીજુ જાણવા માંગે છે. ત્યારે તેમણે અપ્રોચ બદલ્યો હતો. મેલિનાએ તેના વિદ્યાર્થીઓને કઈ મુશ્કેલીઓ પડતી તે અંગે વાર્તાઓ કહેવાનુંનું શરૂ કર્યુ હતું. તેઓ કહેતા કે, સોફ્ટવેરના બટન્સ ક્યાં છે? માત્ર તે જાણવામાં સેમેસ્ટર નીકળી જાય છે. આ પરેશાનીઓનું સમાધાન કરવા માટે કેનવા બનાવવામાં આવ્યું અને લોકો સતત તેની સાથે જોડાઇ રહ્યા છે.

આજે શા માટે ચર્ચામાં છે મેલાની પાર્કિન્સ?

છેલ્લા 2-3 દિવસથી વિશ્વભરના અખબારો, ન્યૂઝ વેબસાઇટ્સ અને ટીવી ચેનલો પર મેલાની પાર્કિન્સનો ઉલ્લેખ થઇ રહ્યો છે. તેના પાછળ કેનવાને હાલમાં જ મળેલું 200 મિલિયન ડોલરનું રોકાણ કારણભૂત છે. આ રોકાણ બાદ કેનવા કોઈ પણ મહિલા દ્વારા ચલાવવામાં આવેલ વિશ્વના તમામ સ્ટાર્ટઅપ્સમાં પહેલા નંબરનું બની ગયું છે. કંપનીની વેલ્યૂ આ સમયે 40 બિલિયન ડોલર એટલે કે 22 ખરબથી પણ વધુ છે.
First published:

Tags: Business news, Melanie Perkins, Success story

આગામી સમાચાર