Home /News /business /બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કર્યુ ન હોય તો પગાર રોકી ન શકાય: હાઇકોર્ટ

બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કર્યુ ન હોય તો પગાર રોકી ન શકાય: હાઇકોર્ટ

પ્રતિકાત્મક તસવીર

સુપ્રિમ કોર્ટે સપ્ટેમ્બર 26નાં રોજ આધારકાર્ડ વિશે એક મહત્વૂપર્ણ ચૂકાદો આપ્યો હતો.

    મુંબઇ: એક મહત્વપૂર્ણ ચૂકાદામાં બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોઇ પણ વ્યક્તિનાં બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરેલું ન હોય તો તે વ્યક્તિનો પગાર અટકાવી ન શકાય.

    મુંબઇ પોર્ટ ટ્રસ્ટનાં એક કર્મચારીએ તેના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ સાથે લિંક કરાવેલું નહોતુ એટલે કેન્દ્ર સરકારે 2016થી તેનો પગાર અટકાવ્યો હતો.

    બોમ્બે હાઇકોર્ટનાં ન્યાયાધીશ એ.એસ.ઓકા અને એસ.કે. શિંદેની ખંડપીઠે મુંબઇ પોર્ટ ટ્રસ્ટનાં કર્મચારી રમેશ પુરાલેએ કરેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી અને આ અરજીનાં ચુકાદા દરમિયાન હાઇકોર્ટે આ નિર્દેશ આપ્યો હતો.

    કેન્દ્ર સરકારેએ રમેશને એક પત્ર લખી જણાવ્યું હતુ કે, તેણે તેના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરાવ્યું નથી. આ પત્રને રમેશે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

    રમેશે એવો દાવો કર્યો હતો કે, તે તેના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરશે નહીં. કેમ કે, પ્રાઇવસીએ તેનો મૂળભૂત અધિકાર છે. સુપ્રિમ કોર્ટે સપ્ટેમ્બર 26નાં રોજ આધારકાર્ડ વિશે એક મહત્વૂપર્ણ ચૂકાદો આપ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારનાં પગાર અટકાવવાનાં નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતાં.

    ન્યાયાધીશ ઓકાએ કેન્દ્ર સરકારને એવો સવાલ કર્યો હતો કે, કોઇ કર્મચારીએ તેના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક ન કર્યુ હોય તો તેનો પગાર કેવી રીતે અટકાવી શકો? અમે સુપ્રિમ કોર્ટનાં ચુકાદાને અનુસર્યો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે, કોઇ કર્મચારીનો પગાર આવી રીતે અટકાવી શકાય નહીં” બોમ્બે હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, અરજદાર કર્મચારીને તેનો પગાર આપવો.

    સુપ્રિમ કોર્ટે અગાઉ આપેલા એક ચૂકાદામાં આદેશ આપ્યો હતો કે, આધારકાર્ડને બેંક એકાઉન્ટ, મોબાઇલ કનેક્શન અને સ્કૂલ એડમિશન સાથે લિંક કરવું ફરજિયાત નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aadhar card, Bombay high court, કેન્દ્ર સરકાર

    विज्ञापन
    विज्ञापन