Home /News /business /

કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકની વિદેશી દવાઓ થશે સસ્તી

કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકની વિદેશી દવાઓ થશે સસ્તી

Major stage Cancer માં તમને લમ સમ બેનિફિટ, ઇનકમ બેનિફિટ અને પ્રિમિયર વેવર બેનિફિટ મળી શકે છે. લમ સમ બેનિફિટમાં તમને 100 ટકા વીમાની રાશિ આપવામાં આવશે. અને જો અર્લી સ્ટેજમાં તમને 25 ટકા રાશિ આપી હતી તો તે ઓછી કરી બાકીના પૈસા આપવામાં આવશે. ઇનકમ બેનિફિટમાં તમને 10 વર્ષ સુધી દર મહિને રાશિનો 1 ટકો આપવામાં આવશે. અને મૃત્યુ પછી તમારા નોમિનીને આ રાશિ મળતી રહેશે. પ્રિમિયમ વેવર બેનિફિટમાં તમને તે પછી કોઇ પ્રીમિયમ નહીં આપવું પડે. જો કે તમે આ વીમો લેવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા એલઆઇસી એજન્ટથી મળીને આ અંગે વધુ વિગતો મેળવી લેજો.

કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓ સાથે જોડાયેલી મોંઘી વિદેશી દવાઓ થોડા જ સમયમાં સસ્તી થઇ શકે છે.

    (પ્રતીક શ્રીવાસ્તવ, સીએનબીસી આવાઝ)

    કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓ સાથે જોડાયેલી મોંઘી વિદેશી દવાઓ થોડા જ સમયમાં સસ્તી થઇ શકે છે. સીએનબીસી આવાઝને સૂત્રો પાસેથી મળતી જાણકારીમાં ખબર પડી છે કે સરકાર વિદેશી દવાઓ પર ઇમ્પોર્ટ લાઇસન્સ શુલ્ક અને રજીસ્ટ્રેશન શુલ્ક 50 ટકા સુધી વધારવાની તૈયારીમાં છે. જો આવુ થાય છે તો વિદેશમાંથી આ દવાઓને લાવવી ઘણી મોંઘી થશે. જોકે આ કંપનીઓ દેશમાં જ આ દવાઓ બનાવશે. તમને જણાવીએ કે ભારતમાં દરેક વર્ષે દસ હજાર કરોડ રૂપિયાની દવાઓ આયાત થાય છે. ભારત પોતાની કુલ જરૂરના 9 ટકા દવાઓ આયાત કરે છે.

    શું છે પ્લાન

    સરકાર કિંમત વધારવાની તૈયારીમાં છે. કિંમતો વધવાથી વિદેશી દવા કંપનીઓ ઘરેલુ ઉત્પાદન પર વધારે ભાર આપશે. જેનાથી દવાઓ સસ્તી મળી શકે છે. જો આવું હોય છે તો કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેકની દવાઓ સસ્તી થઇ શકે છે.

    આનાથી શું થશે?

    ઇમ્પોર્ટ લાઇસન્સ કિંમત અને નોંધણી કિંમત વધવાથી વિદેશી મેન્યુફેક્ચર્સ માટે મુશ્કેલી વધી શકે છે. આ નિર્ણય પહેલા સરકાર દવા કંપનીઓ પાસેથી સલાહ મળશે. આ નિર્ણય પાછળનું કારણ મોંઘી વિદેશી દવાઓને સસ્તી કરવી, પેટેંટેડ ઘરેલુ દવાઓનો વધારો કરવો, દેશમાં દવા બનાવવા પર ભાર, બીજા દેશો પરની નિર્ભરતા ઓછી કરવા અને ફાર્મા સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર મુકવાનું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Cancer, દવા

    આગામી સમાચાર