Home /News /business /

તમારા બાળકનું આધારકાર્ડ અપડેટ નથી તો થઇ જશે રદ

તમારા બાળકનું આધારકાર્ડ અપડેટ નથી તો થઇ જશે રદ

5 વર્ષ સુધી બાળકનો બાયોમેટ્રિક ડેટા સતત બદલાતો રહે છે.

જો બાળક 5 વર્ષથી નાનું છે તો તેનો બાયોમેટ્રિક ડેટા નહીં લેવામાં આવે. કારણ કે 5 વર્ષ સુધી બાળકનો બાયોમેટ્રિક ડેટા સતત બદલાતો રહે છે.

    દેશભરમાં તમામ નાગરિકો માટે આધાર કાર્ડ આપવાની કરવાની કામગીરી બજાવતી સંસ્થા યુઆઈડીએઆઈએ બાળ આધારની કરાવવાની જાહેરાત કરી હતી. આધારકાર્ડ વડીલોથી લઈને બાળકો સુધી ઘણી જગ્યાએ ફરજિયાત થઈ ગયું છે. સ્કૂલમાં એડમિશન સહિત અનેક જગ્યાએ બાળકોનું પણ આધાર કાર્ડ માગવામાં આવે છે.

    શું તમારું બાળક તાજેતરમાંજ 5 અથવા 15 વર્ષનું થયું છે? જો તમે તમારા બાળકનું આધારકાર્ડને અપડેટ ન કર્યુ હોય તો તમે નજીકના નોંધણી / સુધારા કેન્દ્ર પર તમારી આધાર વિગતો(ડેમોગ્રાફિક્સ અને બાયોમેટ્રિક્સ) ને સુધારી શકો છો.

    5 વર્ષની ઉંમર પછી બાળકની બાયોમેટ્રિક ડિટેઈલ્સ કોઈપણ નજીકના આધાર કેન્દ્રમાં જઈને અપડેટ કરાવી શકો છો. જો તમે સાત વર્ષ સુધી બાળકની બાયોમેટ્રિક ડિટેઈલ્સ અપડેટ નથી કરાવતા તો તે કાર્ડ રદ થઈ જશે.

    5 વર્ષથી નીચેના બાળકનું આધારકાર્ડ બનાવવા માટે કોઈ બાયોમેટ્રિક પરીક્ષા નથી. એટલે કે, તેની ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન લેવામાં આવશે નહીં. ફક્ત તેનો ફોટો જ કાર્ડ બનાવવા માટે પૂરતો છે. પરંતુ બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે તેણે પોતાની 10 આંગળીઓની ફિંગરપ્રિન્ટ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ આપવાનો રહેશે.

    આ પણ વાંચો: મહિલા ખેડૂતો માટે સરકારનું પગલું, આવક થશે બમણી



    કઈ રીતે બનાવી શકાય આધાર કાર્ડ

    -સૌથી પહેલા પોતાના બાળકની સાથે આધાર એનરોલમેન્ટ સેન્ટર જઈને ફોર્મ ભરવું પડશે.
    -સેન્ટર પર બાળકના માતા પિતામાંથી કોઈ એકનું આધારકાર્ડ લઈ જવાનું રહેશે.
    -સેન્ટર પર બાળકની ફોટો પાડવામાં આવશે, જે બાળ આધાર પર લાગશે.
    -આ કાર્ડ માટે બાયોમેટ્રિક ડિટેઈલ નહીં પરંતુ પોતાનો મોબાઈલ નંબર નોંધાવવો પડશે.
    -વેરિફીકેશન અને રજિસ્ટ્રેશન પછી કંફર્મેશન મેસેજ નોંધાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
    -કંફર્મેશન મેસેજ મળ્યાના 60 દિવસોની અંદર માતાપિતાના નોંધાયેલ સરનામે બાળકનું આધાર કાર્ડ મોકલવામાં આવશે.

    આ પણ વાંચો: શું તમે Air India ફ્લાઇટમાં ટિકિટ બૂક કરાવી છે? તો આ ખાસ વાંચો

    કેમ જરૂરી છે આધાર?

    સામાન્ય રીતે બાળ આધાર જરૂરી નથી પરંતુ સરકારી સુત્રો પ્રમાણે જ્યારે બાળક મોટો થશે અને સરકારી સ્કોલરશિપ કે ઉચ્ચ શિક્ષાની ગ્રાન્ટ માટે અરજી કરશે તો તેને આધારની જરૂર પડશે. જો તેને વિદેશી વિશ્વવિદ્યાલયમાં અરજી કરવી હશે તો પણ બાળ આધારની જરૂર પડશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन