Home /News /business /કેનેડા જવા માગતા લોકો માટે લોટરી લાગી, આ સેક્ટરમાં મળી રહી છે બંપર નોકરીઓ

કેનેડા જવા માગતા લોકો માટે લોટરી લાગી, આ સેક્ટરમાં મળી રહી છે બંપર નોકરીઓ

કેનેડામાં જોબ કરવા માગતા હોવ તો આ સેક્ટર્સમાં છે ઉજળી તક, કાયમી સ્થાયી થવાનો પણ મળે છે વિકલ્પ.

Canada Jobs For Immigrants: કેનેડમાં જઈને સ્થાયી થવાનું સપનું જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે કેનેડામાં રોજગારની તકો વધી રહી છે. છેલ્લા નવેમ્બર મહિનાના જોબ સર્વેના આંકડા મુજબ એવા ઘણાં ક્ષેત્રો છે જેમાં લેબર શોર્ટેજ છે અને પગાર ધોરણ પણ ઊંચા થયા છે.

વધુ જુઓ ...
વિદેશમાં સ્થાયી થવાનું આજે ઘણાં લોકોનું સપનું હોય છે. જોકે કેટલાક લોકોને એ વાતનો ડર પણ લાગે છે કે એકબાજુ દુનિયાભરમાં મોટી મોટી કંપનીઓ અચાનક છટણીઓ કરી રહી છે. તેવામાં જો વિદેશ ગયા પછી તેમની સાથે પણ એવું બને તો શું થાય? જોકે ઘણાં એવા દેશ છે જ્યાં આજે પણ લેબર માર્કેટમાં ખૂબ જ શોર્ટેજ છે અને ઉજળી તકો દેખાઈ રહી છે. આવો જ એક દેશ એટલે કેનેડા.

તેમાં પણ હાલ ગુજરાતીઓ વચ્ચે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ કેનેડા ફેવરિટ દેશ બન્યો છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેનેડામાં ગત મહિને નવેમ્બરમાં કેટલી નોકરીઓ આપવામાં આવી અને ક્યા સેક્ટરમાં તમે હોવ તો વધુ ફાયદો થઈ શકે છે. એક સર્વેના આંકડાના આધારે તમને ક્યા ફિલ્ડમાં વધુ નોકરીના ચાન્સ છે અને તમે કઈ રીતે કેનેડામાં સ્થાયી થઈ શકો છો આ વિશે માહિતી મેળવો.

આ પણ વાંચોઃ ગાંધીજી જ નહીં આ તસવીરો પણ હોય છે ચલણી નોટો પર, પણ તમે ભાગ્યે જ નોટિસ કર્યું હશે

એક તરફ જ્યાં છટણીની મોસમ ચાલી રહી છે ત્યારે કેનેડામાં નવેમ્બર મહિનામાં પણ જુદા જુદા સેક્ટરમાં 10 હજાર કરતાં વધુ લોકોને નવી નોકરી આપવામાં આવી છે. આ ખુલાસો નવા લેબર ફોર્સ સર્વેમાં ખૂલ્યો છે. આ સાથે જ કેનેડામાં નવી નોકરીઓના કારણે બેરોજગારીનો દર ઘટીને 5.1 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન રોજગાર ભાગીદારી દર 64.8 ટકા જેટલો તૂટી ગયો છે.

આ પણ વાંચોઃ વર્મી કમ્પોસ્ટથી આ મહિલા કરે છે વર્ષે 5-10 લાખની કમાણી, જમીન વગર પણ થઈ શકે આ બિઝનેસ

આ સામાન્ય રોજગાર વધારા છતાં ડેટામાં જણાવ્યું છે કે નવેમ્બરમાં સતત છઠ્ઠા મહિને કર્મચારીઓનું સરેરાસ પ્રતિ કલાક વેતન 2021 નવેમ્બરના 32.11 ડોલરની સામે 5 ટકા જેટલું ઉપર રહ્યું છે. જેનો અર્થ છે કે આવનારા દિવસોમાં નવા લોકોને વધુ કમાણી સાથે કામ કરવાના અવસર મળશે.

આ પણ વાંચોઃ Gold Silver Price Today: USમાં વ્યાજ વધારાની અસર, ધડામ કરતાં સોનું-ચાંદી નીચે પડ્યા

આ સેક્ટર્સમાં વધુ નોકરીઓ


જે ક્ષેત્રોમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી છે તેમાં ફાઇનાન્સ, વીમો, રિયલ એસ્ટેટ, રેન્ટલ અને લીઝિંગ, ઉત્પાદન, માહિતી, સાંસ્કૃતિક અને મનોરંજન ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છેલ્લા મહિનામાં આ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભરતી જોવા મળી છે. સર્વે અનુસાર નવેમ્બરમાં આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની સંખ્યામાં 21,000નો વધારો થયો છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ફરી વધ્યા વ્યાજ દર, 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા; જોકે આ વખતે ફક્ત 0.50 ટકા જ વધ્યા

 મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગેમાં નોકરીઓ વધી


ઉત્પાદન ઉદ્યોગમાં રોજગારમાં 1.1% નો વધારો જોવા મળ્યો છે. આલ્બર્ટા રાજ્યમાં ઉદ્યોગમાં રોજગારમાં 4.7% નો વધારો થયો છે અને ક્યુબેકમાં ઉત્પાદન ક્ષેત્રે 10,000 થી વધુ લોકોને નોકરીઓ મળી છે. દરમિયાન, ઉત્પાદન ઉદ્યોગ, જથ્થાબંધ અને છૂટક વેપારમાં છેલ્લા મહિનામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.


બાંધકામ ઉદ્યોગમાં રોજગારમાં ઘટાડો


ઑક્ટોબર 2022 માં છેલ્લા લેબર ફોર્સ સર્વે પછી સમગ્ર કેનેડામાં બાંધકામ ઉદ્યોગમાં રોજગારમાં 1.6% ઘટાડો થયો છે. નવેમ્બરમાં જથ્થાબંધ અને છૂટક વેપાર રોજગારમાં પણ ઘટાડો થયો છે, જે મે 2022 થી 4.4% નો ઘટાડો છે. આવતા વર્ષની શરૂઆતમાં, કેનેડા ચોક્કસ વ્યવસાયમાં કામ કરતા વિદેશી નાગરિકો અથવા ચોક્કસ ભાષા કૌશલ્ય/શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને પ્રવેશ આપવા માટે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો યોજવાનું શરૂ કરી શકે છે.
First published:

Tags: Business news, Canada, Earn money, Jobs Vacancy

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો