Home /News /business /શું તમારી પાસે PUC ન હોય તો વીમો રિજેક્ટ થાય? કાયદો શું કહે છે?

શું તમારી પાસે PUC ન હોય તો વીમો રિજેક્ટ થાય? કાયદો શું કહે છે?

શું ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવા માટે PUC સર્ટીફિકેટ જરૂરી છે?

શું તમારી પાસે પીયુસી ન હોય તો તમારો વાહન વીમાનો ક્લેમ રીજેક્ટ થાય, કાયદામાં આવી કોઈ જોગવાઈ છે કે પીયુસી વગર પણ વીમો પાસ થઈ શકે. આવો આજે જાણીએ આ અંગે એડલવાઈસ જનરલ ઇન્સ્યુરન્સના મુખ્ય ટેક્નિકલ ઓફિસ નિતિન દવે પાસેથી.

PUC (Pollution under control)ની મદદથી તમારું વાહન એમિસન કંટ્રોલમાં છે કે નહીં તે જાણી શકાય છે. તમારું વાહન રસ્તાઓ પર ચલાવી શકાય કે નહીં, તે સુનિશ્ચિત કરી શકાય છે. તમે કોઈપણ અધિકૃત એમિશન ટેસ્ટીંગ સેન્ટર પરથી PUC સર્ટીફિકેટ મેળવી શકો છો. PUC સર્ટીફિકેટની મદદથી તમારા વાહન દ્વારા ઉત્સર્જિત કાર્બન મોનોક્સાઈડની માત્રા કાયદાકીય રીતે સીમાની અંદર છે કે નહીં તે જાણી શકાય છે. સમગ્ર દેશમાં ડ્રાઈવિંગ કરવા માટે PUC એક જરૂરી કાયદાકીય ડોક્યુમેન્ટ છે.

આ પણ વાંચોઃ ઓછા પાણીમાં પણ થઈ શકે છે આ આફ્રિકન ફૂલની ખેતી, 1 એકરમાં 20 લાખની કમાણી!

એડલવાઈસ જનરલ ઈન્શ્યોરન્સના મુખ્ય ટેકનિકલ ઓફિસર નિતિન દેવે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ભારત સરકારે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ 1989 હેઠળ તમામ વાહનો માટે PUC સર્ટીફિકેટ ફરજિયાત કરી દીધું છે. આ કારણોસર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Insurance Regulatory and Development Authority of India, IRDAI)એ વીમા કંપનીઓ આદેશ આપ્યો છે કે, PUC વગર કોઈપણ વાહનનો વીમો કાઢવામાં ન આવે.

બજાજ કેપિટલ લિમિટેડના ચેરમેન સંજીવ બજાજે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, IRDAIની સૂચના અનુસાર વાહનના માલિકાઓ વીમો રિન્યૂ કરાવવા માટે એક PUC સર્ટીફિકેટ રજૂ કરવું જરૂરી છે. કાયદા અનુસાર કોઈપણ વાહન થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ વગર ઓપરેટ ન થઈ શકે. IRDAIનો આ નિર્ણય સુપ્રિમ કોર્ટના નિર્ણય પર આધારિત છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી PUC સર્ટીફિકેટ ન હોય ત્યાં સુધી વીમો કરી શકાશે નહીં. આનો અર્થ એ નથી કે, તમારી પાસે PUC ન હોય તો તમારો વીમાનો ક્લેમ નકારી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ તમારે શ્રીમંત બનવું છે? તો જલ્દી રોકાણ કરવાનું શરૂ કરો, ફક્ત પાંચ વર્ષ વહેલાથી વળતર સીધું ડબલ

KYC માપદંડ


ઈન્શ્યોરન્સ ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા માટે નવેમ્બરમાં KYC માપદંડ રજૂ કરવામાં આવ્યો હતો, જેનો PUC સર્ટીફિકેટ સાથે કોઈ સંબંધ નથી.

મીડિયા રિપોર્ટે પરિપત્રને ખોટી રીતે રજૂ કરતા IRDAIએ 26 ઓગસ્ટ 2020ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો. આ પ્રકારે IRDAIએ ઓગસ્ટ 2020માં સ્પષ્ટતા કરી હતી કે, જો તમારે વેલિડ PUC સર્ટીફિકેટ નથી, તો તેનો અર્થ એ નથી કે તમારો ક્લેમ નકારી દેવામાં આવશે.

ACKOમાં મોટર અંડરરાઈટિંગના સિનિયર ડાયરેક્ટર અનિમેશ દાસે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘ઈન્શ્યોરન્સ ક્લેમ PUC પર આધારિત નથી. બજારમાં અનેક ભ્રામક સૂચનાઓ ફેલાવવામાં આવે છે કે, ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે PUC જરૂરી નથી.’

ઉદાહરણ તરીકે જોઈએ તો તમારું PUC સર્ટીફિકેટ એક્સપાયર થઈ ગયું છે અને ટૂંક સમયમાં તમારી કારનો એક્સિડન્ટ થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં પણ તમે ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકો છો.

આ પણ વાંચોઃ એક વર્ષમાં આટલું બમ્પર રિટર્ન, 1 લાખ મૂક્યા અને 9.50 લાખ મળ્યા, જાણો આ શેરનું નામ

વેલિડિટી


જ્યારે તમે નવી કાર ખરીદો છો, તો PUC સર્ટીફિકેટ એક વર્ષ માટે વેલિડ ગણવામાં આવે છે. ત્યારબાદ તમારે દર ત્રણ અથવા 6 મહિને PUC ચેક કરવાનું રહેશે. આ કારણોસર તમારે PUC રિન્યુ કરાવવા માટે નિયમિત રૂપે વાહનોનું ઉત્સર્જન સ્તર ચેક કરવું જરૂરી છે.


ઈલેક્ટ્રિક વાહન


ઈલેક્ટ્રિક વાહન માટે PUC સર્ટીફિકેટની જરૂર નથી. આ વાહન પર્યાવર્ણ પ્રત્ય અનુકૂળ હોવાથી તે માટે કોઈપણ PUC સર્ટીફિકેટની જરૂર નથી.
First published:

Tags: Business news, Insurance Claim, PUC, Vehicle Insurance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन