Home /News /business /Vehicle Insurance Claim: વરસાદ અથવા ઝાડ પડવાના નુકસાન થાય તો વાહનનો ઈન્શ્યોરન્સ મળે કે નહીં? જાણો વિગત
Vehicle Insurance Claim: વરસાદ અથવા ઝાડ પડવાના નુકસાન થાય તો વાહનનો ઈન્શ્યોરન્સ મળે કે નહીં? જાણો વિગત
વાહન વીમો (Shutterstock)
Vehicle Insurance: જો તમારો મોટર વ્હીકલ ઈન્સ્યોરન્સ (Car/ Bike Insurance) 'કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ' છે, તો તમને તમામ પ્રકારના નુકસાનમાં વીમાનો ક્લેમ મળે છે.
નવી દિલ્હી: સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ બાદ સ્થિતિ કપરી બની રહી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. કેટલાક ફ્લેટના ભોંયરાના પાર્કિંગમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ સામે આવી છે. આ પરિસ્થિતિને કારણે લોકોના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. એવામાં શું કાર અથવા બાઈકનો ઈન્શ્યોરન્સ આ નુકસાનની પૂર્તિ કરી શકે છે કે કેમ? ઘણા લોકો માટે આ એક મૂંઝવતો સવાલ છે. આજના આર્ટિકલમાં અમે તમને આ બાબતને લઈને માહિતી આપવા જઈ રહ્યાં છીએ.
'કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ' હોવો જોઈએ
જો તમારો મોટર વ્હીકલ ઈન્સ્યોરન્સ (Car/ Bike Insurance) 'કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ' છે, તો તમને તમામ પ્રકારના નુકસાનમાં વીમાનો ક્લેમ મળે છે. તેમાં તોફાન, વરસાદ, પૂર, ભૂકંપ અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોથી થતા નુકસાન માટે પણ વીમા કવચ ઉપલબ્ધ છે. હવે જો વરસાદમાં ઝાડ પડી ગયું હોય અથવા કાર/બાઈક પાણીમાં ધોવાઈ ગઈ હોય તો તમારું નુકસાન આ વીમા દ્વારા ભરપાઈ કરવામાં આવશે. આ સિવાય વાહનની ચોરીના કિસ્સામાં કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સમાં કવર પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત જો તમારી ભૂલને કારણે વાહનને નુકસાન થયું હોય તો પોલિસી કવર પણ પ્રદાન કરે છે. એટલે કે, આ વીમામાં વાહનની ચોરી, આગને કારણે થયેલ નુકસાન ઉપરાંત કુદરતી આફત જેવી કે પૂરના પાણી, ભૂકંપ, ભૂસ્ખલન વગેરેને કારણે થયેલા નુકસાનનું કવચ મળે છે. આમાં, પ્રાણીને કારણે થયેલા નુકસાન માટે વળતર પણ આપવામાં આવે છે.
ઘણી વખત વરસાદ દરમિયાન બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાઈ જાય છે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કારણે વાહનનું એન્જિન જામ થઈ જાય છે, તો શું આવી સ્થિતિમાં પણ કોમ્પ્રીહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ હેઠળનો દાવો ઉપલબ્ધ છે? તો ચાલો તમને જણાવી દઈએ કે કુદરતી આફતના કારણે એન્જિન બંધ થવાની સ્થિતિને હાઈડ્રોસ્ટેટિક લોક કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, કંપનીઓ ક્લેમ આપતી નથી કારણ કે તેને અકસ્માત માનવામાં આવતો નથી. જોકે, આવી સ્થિતિમાં, વાહનનો માલિક દાવો મેળવવા માટે એન્જિન પ્રોટેક્ટર કવર ખરીદી શકે છે. જો તમે કોમ્પ્રીહેન્સિવ ઈન્સ્યોરન્સની સાથે એન્જિન પ્રોટેક્ટર કવર લીધું હોય તો આ સ્થિતિમાં પણ તમને ક્લેમ મળશે.
કઈ રીતે કરવું વીમા કવરને ક્લેમ?
જો તમારી કાર અથવા બાઇક પર વૃક્ષ પડી ગયું હોય અથવા વરસાદને કારણે અન્ય કોઈ નુકસાન થયું હોય, તો તમે વીમાનો દાવો કરવા માટે આટલું કરી શકો છો.
1. પ્રથમ તમારી વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર ક્લેમ માટે રજીસ્ટર કરો. તમારો પોલિસી નંબર તમારી સાથે રાખો જેથી કરીને ટેલીકોલર સાથે વાતચીત કરવામાં સરળતા રહે.
4. ક્લેમ અપ્લાય કર્યા બાદ વીમા કંપની એક સર્વેયરને મોકલશે. કોવિડ 19 પછી કેટલીક કંપનીઓ વિડીયો સર્વેયરની પણ સુવિધા આપે છે. સર્વેયર તમારા વાહનના તમામ ડોક્યુમેન્ટની કોપી માંગશે.
5. કારની તપાસ પૂર્ણ થયા પછી તમારો વીમા ક્લેમ આવશે. તમે તેનું સ્ટેટસ સતત ચેક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર