Home /News /business /Credit Score: ક્રેડિટ સ્કોર ઓછો હોવાને કારણે નથી લઈ શકતા લોન? અપનાવો આ પદ્ધતિ, ફટાફટ વધી જશે સ્કોર

Credit Score: ક્રેડિટ સ્કોર ઓછો હોવાને કારણે નથી લઈ શકતા લોન? અપનાવો આ પદ્ધતિ, ફટાફટ વધી જશે સ્કોર

હોમ લોન માટે સારો ક્રેડિટ સ્કોર જરૂરી

Credit score: જો તમે અગાઉ ક્યારેય લોન લીધી ન હોય, તો ક્રેડિટ સ્કોર શૂન્ય દેખાય છે. આવી સ્થિતિમાં, બેંકો તમને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરે છે. આ સિવાય બેંકો તમને લોન તરીકે ઓછી રકમ પણ આપે છે. આવી સ્થિતિમાં, પ્રથમ વખત લોન લેવા જઈ રહેલા લોકો માટે ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ પ્રથમ વખત લોન લેવામાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ક્રેડિટ સ્કોર સારો ન હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે. ક્રેડિટ સ્કોર સારો ન હોય તો બેંકો લોન આપવામાં આનાકાની કરે છે. ઘણી વખત સારું કમાતા લોકોને લાગે છે કે બેંકો તેમની કમાણી જોઈને લોન આપશે, પણ આ હકીકત નથી. જ્યાં સુધી તમારો ક્રેડિટ સ્કોર અપડેટ ન થાય ત્યાં સુધી બેન્કિંગ સિસ્ટમમાં લોન મેળવવામાં સમસ્યા છે. જો તમે અગાઉ ક્યારેય લોન લીધી ન હોય, તો ક્રેડિટ સ્કોર શૂન્ય દેખાય છે. આવી સ્થિતિમાં, બેંકો તમને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરે છે. આ સિવાય બેંકો તમને લોન તરીકે ઓછી રકમ પણ આપે છે. આવી સ્થિતિમાં, પ્રથમ વખત લોન લેવા જઈ રહેલા લોકો માટે ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે

આ પણ વાંચોઃ ભારત કોઇ પણ વૈશ્વિક મંદીનો સામનો કરવા સૌથી અનુકૂળ સ્થળ: અમિત જૈન

ક્રેડિટ સ્કોરની જરૂરિયાત


બેંકો ક્રેડિટ સ્કોર અથવા સિબિલ સ્કોર દ્વારા ગ્રાહકની લોનની હિસ્ટ્રી તપાસે છે. જો તમે ક્યારેય લોન લીધી જ ન હોય તો પછી તમારો સીબીલ સ્કોર આગળ વધશે નહીં. એટલે કે, તમારો સીબીલ સ્કોર શૂન્ય બતાવશે. આવી સ્થિતિમાં તમને બેંકિંગ સિસ્ટમમાં મોંઘી લોન ઓફર કરવામાં આવશે. બેન્કિંગ એક્સપર્ટ અશ્વિની રાણાના મત મુજબ સસ્તી લોન મેળવવા માટે ઓછામાં ઓછો 750નો સિબિલ સ્કોર હોવો જોઈએ.

પર્સનલ લોન મેળવવી સૌથી મુશ્કેલ


સીબીલ સ્કોર શૂન્ય હોય ત્યારે તમારી કમાણી ભલે ગમે તેટલી હોય પણ તમને બેંકમાંથી લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમાં પણ સૌથી મોટી સમસ્યા પર્સનલ લોનને લઇને આવે છે, કારણ કે બેન્કો પર્સનલ લોનને વધારે અસુરક્ષિત માને છે. હોમ અને ઓટો લોનના વ્યાજ દર ઓછા છે, કારણ કે આ લોનમાં બેંક પાસે કોલેટરલ હોય છે. બીજી તરફ પર્સનલ લોન સંપૂર્ણપણે ક્રેડિટ સ્કોર અને આવક પર નિર્ભર છે. જેથી ક્રેડિટ સ્કોર સારો ન હોય ત્યારે પર્સનલ લોન મેળવવી લોઢાના ચણા ચાવવા જેવું છે.

આ પણ વાંચોઃ  ટાટા ગ્રુપનો મેગા મર્જર પ્લાન, સાત કંપનીઓને મર્જ કરવામાં આવશે

સિબિલ સ્કોરને ઝડપથી કેવી રીતે સુધારવો?


ગ્રાહકે પહેલા ક્યારેય કોઈ લોન લીધી ન હોય કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો ન હોય, સિબિલ શૂન્ય દર્શાવતું હોય તેવા કિસ્સામાં કોઈપણ બેંકમાં નાની એફડી બનાવવી જોઈએ. આવું તમે ઓનલાઇન પણ કરી શકો છો. મોટાભાગની બેન્કો હવે ઓનલાઇન એફડી ખોલવાનો વિકલ્પ આપે છે. એફડી ખોલ્યા બાદ તેના બદલામાં ગ્રાહકો ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ લોન લઇ શકે છે.

ગ્રાહક એફડી પર ઓવરડ્રાફ્ટ હેઠળ લોન લે એટલે તરત જ તે માહિતી લોન બેન્કિંગ સિસ્ટમમાં આવી જશે. બાદમાં ગ્રાહકનો સિબિલ સ્કોર બે કે ત્રણ અઠવાડિયામાં અપડેટ થઈ જશે. આ સ્કોર 750 પોઇન્ટ અથવા તેથી વધુ હોઈ શકે છે. આ રીતે વધુ સારા સિબિલ સ્કોર દ્વારા તમે ઓછા વ્યાજે પર્સનલ લોન મેળવી શકો છો
Published by:Sahil Vaniya
First published:

Tags: Bank loan, Business news, Personal loan

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन