Home /News /business /

Campus Activewear IPO: કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ 52 ગણો ભરાયો, જાણો લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

Campus Activewear IPO: કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ 52 ગણો ભરાયો, જાણો લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

કેમ્પસ કંપની

Campus Activewear IPO: કંપની 1,400 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લઈને આવી છે. કંપનીનો બિઝનેસ મિડ પ્રીમિયમ કેટેગરી હેઠળ આવે છે. 25 એપ્રિલના રોજ કંપનીએ એન્કર બુકથી 418.3 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

    મુંબઈ: દેશની પ્રથમ ફૂટવેર બ્રાન્ડ કેમ્પસ એક્વિટવેરનો આઈપીઓ (Campus activewear IPO) ત્રીજા દિવસ સુધી 52 ગણો ભરાયો છે. આ આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલ્યો હતો અને 28મી એપ્રિલના રોજ બંધ થયો હતો. આઈપીઓ માટે કંપનીએ ઇશ્યૂ કિંમત (Price band) 278-292 રૂપિયા રાખી હતી. આઈપીઓ માટે અલગ અલગ કેટેગરી માટે અનામત હિસ્સા પર નજર કરીએ તો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 152 ગણો ભરાયો છે. નૉન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 22 ગણો ભરાયો છે. જ્યારે રિટેલ માટે અનામત હિસ્સો 7.7 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 2.1 ગણો ભરાયો છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Campus Activewear GMP)


    ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના અનલિસ્ટેડ શેર્સની ખૂબ માંગ રહી છે. ગુરુવાર સુધી ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 105 રૂપિયા હતું. એટલે કે કંપનીની ઇશ્યૂ કિંમત 278-292 પ્રમાણે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરનો એક શેર 397 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના શેરનો ભાવ 95 રૂપિયા હતો.

    1,400 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ


    કંપની 1,400 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લઈને આવી છે. કંપનીનો બિઝનેસ મિડ પ્રીમિયમ કેટેગરી હેઠળ આવે છે. 25 એપ્રિલના રોજ કંપનીએ એન્કર બુકથી 418.3 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. એટલે કે કંપની કોઈ જ નવા શેર બહાર નથી પાડી રહી પરંતુ ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન રોકાણકારો અને પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચી રહી છે.

    કોણ કેટલા શેર વેચશે?


    ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે. હાલ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 78.21 ટકા છે. કંપનીમાં TPG ગ્રોથની 17.19 ટકા અને QRG એન્ટરપ્રાઇઝની ભાગીદારી 3.86 ટકા છે. કેમ્પસ એક્ટિવવેરે 2005માં કેમ્પર બ્રાન્ડ શરૂ કરી હતી. આ એક લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ સ્પોર્ટ્સ અને ફૂટવેર કંપની છે, જે ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઑફર કરે છે.

    કંપનીના સ્ટોર્સ


    કેમ્પસ એક્ટિવવેર આખા દેશમાં ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક ધરાવે છે. હાલ કંપની પાસે 28 રાજ્યના 625 શહેરમાં 400 ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. આખા દેશમાં કંપનીના 18,200 જેટલા રિટેલર્સ આવેલા છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?


    કુલ આઈપીઓમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.

    આ પણ વાંચો: નાણાંકીય વર્ષ 2021-22માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ સર્જ્યા નવા રેકોર્ડ

    કેમ્પસ એક્ટિવવેરનો માર્કેટ હિસ્સો


    એક અંદાજ પ્રમાણે ભારતમાં ફૂટવેર માર્કેટ 60,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી સ્પોર્ટ્સ અને લેસર શૂનું માર્કેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેમ્પસ પાસે માર્કેટનો 15-20 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી મોટો 45 ટકા જેટલો હિસ્સો રીબોક (Reebok) ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારત ચીન પછી સૌથી વધારે ફૂટવેર બનાવતો દેશ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 13 ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો 67 ટકા છે.

    આ પણ વાંચો: શેર બજારમાં રોકાણ કઈ રીતે કરવું? જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

    કંપનીની બેલેન્સ શીટ


    ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના દરમિયાન કંપનીનો નફો 403 ટકા વધીને 84.80 કરોડ રૂપિયા રહ્યો હતો. વાર્ષિક આધારે કંપનીની આવક 93 ટકા વધીને 841.8 કરોડ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GMP, IPO, Share market, Stock market

    આગામી સમાચાર