Campus Activewear stock latest GMP: આ ઇશ્યૂમાં બે લાખ ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમ કિંમત પર 27 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
મુંબઇ. Campus Activewear IPO GMP: કેમ્પસ શૂઝ (Campus shoes)નો ઇશ્યૂ (Initial public offering) 26 એપ્રિલના રોજ ખુલશે અને 28 એપ્રિલના રોજ બંધ થશે. આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ (Offer for sale) છે. એટલે કે તેમાં કોઈ જ નવા શેર બહાર નહીં પાડવામાં આવે. આઈપીઓમાં કંપનીના વર્તમાન શેર ધારકો અને પ્રમોટર્સ 4.79 કરોડ શેર વેચશે. બજાર નિષ્ણાતો પ્રમાણે કેમ્પસનો શેર હાલ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યો છે.
પ્રાઇસ બેન્ડ (Campus Activewear IPO price band)
કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 278-292 રૂપિયા નક્કી કરી છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Campus Activewear IPO GMP)
માર્કેટ નિષ્ણાતો પ્રમાણે કેમ્પસ એક્વિટવેરના શેર હાલ ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે હાલ કંપનીની એક શેર 342 રૂપિયા (292+50) પર ટ્રેડ થઈ રહ્યો છે.
કર્મચારીઓ માટે અનામત હિસ્સો
આ ઇશ્યૂમાં બે લાખ ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમ કિંમત પર 27 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
કેમ્પસ એક્ટિવવેર ઇશ્યૂની લોઅર પ્રાઇસ બેન્ડ પ્રમાણે 1331.62 કરોડ રૂપિયા એકઠા કરશે. જ્યારે ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપની 1398.68 કરોડ રૂપિયા એકઠા કરશે. ઇશ્યૂથી એકઠી થયેલી રકમનો ઉપયોગ કંપની માટે નહીં થાય, કારણ કે આ પૈસા પ્રમોટર્સ અને શેરધારકો પાસે જશે.
લૉટ સાઇઝ અને રોકાણ (Campus Activewear IPO lot size)
કેમ્પસ એક્ટિવવેરના આઈપીઓની લૉટ સાઇઝ 51 શેર છે. રેટિલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,892 રૂપિયા ( ₹292 x 51)નું રોકાણ કરવું પડશે. વધારેમાં વધારે 13 લોટ માટે ₹1,93,596 રૂપિયા [( ₹292 x 51) x 13]નું રોકાણ કરવું પડશે.
કોણ કેટલા શેર વેચશે?
ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે. હાલ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 78.21 ટકા છે. કંપનીમાં TPG ગ્રોથની 17.19 ટકા અને QRG એન્ટરપ્રાઇઝની ભાગીદારી 3.86 ટકા છે. કેમ્પસ એક્ટિવવેરે 2005માં કેમ્પર બ્રાન્ડ શરૂ કરી હતી. આ એક લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ સ્પોર્ટ્સ અને ફૂટવેર કંપની છે, જે ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઑફર કરે છે.
કંપનીના સ્ટોર્સ
કેમ્પસ એક્ટિવવેર આખા દેશમાં ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક ધરાવે છે. હાલ કંપની પાસે 28 રાજ્યના 625 શહેરમાં 400 ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. આખા દેશમાં કંપનીના 18,200 જેટલા રિટેલર્સ આવેલા છે.
કુલ આઈપીઓમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.
કેમ્પસ એક્ટિવવેરનો માર્કેટ હિસ્સો
એક અંદાજ પ્રમાણે ભારતમાં ફૂટવેર માર્કેટ 60,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી સ્પોર્ટ્સ અને લેસર શૂનું માર્કેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેમ્પસ પાસે માર્કેટનો 15-20 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી મોટો 45 ટકા જેટલો હિસ્સો રીબોક (Reebok) ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારત ચીન પછી સૌથી વધારે ફૂટવેર બનાવતો દેશ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 13 ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો 67 ટકા છે.
ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના દરમિયાન કંપનીનો નફો 403 ટકા વધીને 84.80 કરોડ રૂપિયા રહ્યો હતો. વાર્ષિક આધારે કંપનીની આવક 93 ટકા વધીને 841.8 કરોડ રૂપિયા રહી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર