Home /News /business /Campus IPO: આવતા અઠવાડિયે ખુલશે કેમ્પસનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો કેટલું રોકાણ કરવું પડશે?

Campus IPO: આવતા અઠવાડિયે ખુલશે કેમ્પસનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો કેટલું રોકાણ કરવું પડશે?

કેમ્પસ કંપની

Campus Activewear IPO: આ ઇશ્યૂમાં બે લાખ ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમ કિંમત પર 27 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

    મુંબઇ. Campus Activewear IPO: કેમ્પસ શૂઝ (Campus shoes)નો ઇશ્યૂ (Initial public offering) આવતા અઠવાડિયે એટલે કે 29 એપ્રિલના રોજ ખુલશે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (Offer for sale) છે. જેમાં કંપનીના વર્તમાન શેર ધારકો અને પ્રમોટર્સ 4.79 કરોડ શેર વેચશે. કંપનીના શેરની ફાળવણી ચોથી મેના રોજ થશે, જ્યારે લિસ્ટિંગ નવમી મેના રોજ થશે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ (Campus IPO price band) જાહેર કરી છે. કંપનીએ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 278-292 રૂપિયા નક્કી કરી છે.

    કર્મચારીઓ માટે અનામત હિસ્સો


    આ ઇશ્યૂમાં બે લાખ ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમ કિંમત પર 27 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

    કંપની કેટલું ફંડ એકઠું કરશે?


    કેમ્પસ એક્ટિવવેર ઇશ્યૂની લોઅર પ્રાઇસ બેન્ડ પ્રમાણે 1331.62 કરોડ રૂપિયા એકઠા કરશે. જ્યારે ઉપરની પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપની 1398.68 કરોડ રૂપિયા એકઠા કરશે. ઇશ્યૂથી એકઠી થયેલી રકમનો ઉપયોગ કંપની માટે નહીં થાય, કારણ કે આ પૈસા પ્રમોટર્સ અને શેરધારકો પાસે જશે.

    લૉટ સાઇઝ અને રોકાણ


    કેમ્પસ એક્ટિવવેરના આઈપીઓની લૉટ સાઇઝ 51 શેર છે. રેટિલ રોકાણકારોએ ઓછામાં ઓછા 14,892 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    કોણ કેટલા શેર વેચશે?


    ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે. હાલ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 78.21 ટકા છે. કંપનીમાં TPG ગ્રોથની 17.19 ટકા અને QRG એન્ટરપ્રાઇઝની ભાગીદારી 3.86 ટકા છે. કેમ્પસ એક્ટિવવેરે 2005માં કેમ્પર બ્રાન્ડ શરૂ કરી હતી. આ એક લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ સ્પોર્ટ્સ અને ફૂટવેર કંપની છે, જે ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઑફર કરે છે.

    કેમ્પસ એક્ટિવવેરના ઇશ્યૂ માટે લીડ મેનેજર બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, જેમ ફાઇનાન્સિયલ, CLSA ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની છે. નવા HNI નિયમો લાગૂ થયા બાદ આ પ્રથમ આઈપીઓ છે. ડિસેમ્બર 2021માં સેબીએ IPOના નિયમો વધારે કડક બનાવ્યા છે. જેમાં HNI માટે ક્વોટા નક્કી કરવા માટે નવી માર્ગદર્શિકા અને એન્કર ઇન્વેસ્ટર્સ માટે લાંબા લોક-ઇન પીરિયડનો નિયમ સામેલ છે.

    આ પણ વાંચો: અદાણી વિલ્મરના શેરે અઢી મહિનામાં કરી દીધા માલામાલ, જાણો હવે શું કરવું

    કંપનીના સ્ટોર્સ


    કેમ્પસ એક્ટિવવેર આખા દેશમાં ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક ધરાવે છે. હાલ કંપની પાસે 28 રાજ્યના 625 શહેરમાં 400 ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. આખા દેશમાં કંપનીના 18,200 જેટલા રિટેલર્સ આવેલા છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?


    કુલ આઈપીઓમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.

    આ પણ વાંચો: આ રીતે ડાઉનલોડ કરો Masked Aadhaar Card

    કેમ્પસ એક્ટિવવેરનો માર્કેટ હિસ્સો


    એક અંદાજ પ્રમાણે ભારતમાં ફૂટવેર માર્કેટ 60,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી સ્પોર્ટ્સ અને લેસર શૂનું માર્કેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેમ્પસ પાસે માર્કેટનો 15-20 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી મોટો 45 ટકા જેટલો હિસ્સો રીબોક (Reebok) ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારત ચીન પછી સૌથી વધારે ફૂટવેર બનાવતો દેશ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 13 ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો 67 ટકા છે.

    કંપનીની બેલેન્સ શીટ


    ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના દરમિયાન કંપનીનો નફો 403 ટકા વધીને 84.80 કરોડ રૂપિયા રહ્યો હતો. વાર્ષિક આધારે કંપનીની આવક 93 ટકા વધીને 841.8 કરોડ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन