Home /News /business /

Campus IPO: કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલશે, જાણો ઇશ્યૂ સાઇઝથી લઈને અન્ય વિગત

Campus IPO: કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલશે, જાણો ઇશ્યૂ સાઇઝથી લઈને અન્ય વિગત

કેમ્પસ કંપની

Campus Activewear IPO: ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે.

    મુંબઇ. Campus Activewear IPO: શૂ બ્રાન્ડ કેમ્પસ એક્ટિવવેર (Campus Activewear)નો આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલશે અને 28મી એપ્રિલના રોજ બંધ થશે. કંપનીના શેરનું અલોટમેન્ટ (Allotment) ચોથી મેના રોજ થશે. કેમ્પસ એક્ટિવવેરના શેરનું લિસ્ટિંગ (Listing) નવમી મેના રોજ થવાની સંભાવના છે. કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ (OFS) છે. આઈપીઓ મારફતે કંપનીના વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ 4.79 લાખ શેર વેચશે.

    ઑફર ફૉર સેલમાં હરિકૃષ્ણા અગ્રવાલ 80 લાખ શેર, નિખિલ અગ્રવાલ 45 લાખ શેર, TPG ગ્રોથ III SF Pte 2.91 લાખ શેર અને QRG એન્ટરપ્રાઇઝ 60 લાખ શેર વેચશે. હાલ કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 78.21 ટકા છે. કંપનીમાં TPG ગ્રોથની 17.19 ટકા અને QRG એન્ટરપ્રાઇઝની ભાગીદારી 3.86 ટકા છે.

    કેમ્પસ એક્ટિવવેરે 2005માં કેમ્પર બ્રાન્ડ શરૂ કરી હતી. આ એક લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ સ્પોર્ટ્સ અને ફુટવેર કંપની છે, જે ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઑફર કરે છે.

    કેમ્પસ એક્ટિવવેરના ઇશ્યૂ માટે લીડ મેનેજર બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, જેમ ફાઇનાન્સિયલ, CLSA ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની છે. નવા HNI નિયમો લાગૂ થયા બાદ આ પ્રથમ આઈપીઓ છે.

    ડિસેમ્બર 2021માં સેબીએ IPOના નિયમો વધારે કડક બનાવ્યા છે. જેમાં HNI માટે ક્વોટા નક્કી કરવા માટે નવી માર્ગદર્શિકા અને એન્કર ઇન્વેસ્ટર્સ માટે લાંબા લોક-ઇન પીરિયડનો નિયમ સામેલ છે.

    કંપનીના સ્ટોર્સ


    કેમ્પસ એક્ટિવવેર આખા દેશમાં ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક ધરાવે છે. હાલ કંપની પાસે 28 રાજ્યના 625 શહેરમાં 400 ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. આખા દેશમાં કંપનીના 18,200 જેટલા રિટેલર્સ આવેલા છે.

    આ પણ વાંચો:  શા માટે સોનાના દાગીના વેચીને રોકડ મેળવવી મુશ્કેલ છે? જાણો વિગતવાર

    કોના માટે કેટલો હિસ્સો અનામત?


    કુલ આઈપીઓમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.

    કેમ્પસ એક્ટિવવેરનો માર્કેટ હિસ્સો


    એક અંદાજ પ્રમાણે ભારતમાં ફૂટવેર માર્કેટ 60,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી સ્પોર્ટ્સ અને લેસર શૂનું માર્કેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેમ્પસ પાસે માર્કેટનો 15-20 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી મોટો 45 ટકા જેટલો હિસ્સો રીબોક (Reebok) ધરાવે છે.

    આ પણ વાંચો: ડોલી ખન્ના, આશિષ કચોલિયા અને રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીઓમાં વધાર્યું રોકાણ

    ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારત ચીન પછી સૌથી વધારે ફૂટવેર બનાવતો દેશ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 13 ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો 67 ટકા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, Stock market

    આગામી સમાચાર