Home /News /business /

Campus Activewear IPO: કેમ્પસ એક્ટિવવેરના શેરની આજે ફાળવણી, શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો

Campus Activewear IPO: કેમ્પસ એક્ટિવવેરના શેરની આજે ફાળવણી, શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો

કેમ્પસ કંપની

Campus Activewear IPO allotment: આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે આજે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરનો એક શેર 95 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીની ઇશ્યૂ કિંમત 278-292 રૂપિયા છે.

    નવી દિલ્હી. Campus Activewear IPO allotment date: કેમ્પસ એક્ટિવવેર આઈપીઓના શેરની આજે એટલે કે ચોથી મેના રોજ ફાળવણી (Campus Activewear stocks allotment) થવાની સંભાવના છે. જેમણે કેમ્પસ એક્વિવવેરનો આઈપીઓ (Campus Activewear IPO ) ભર્યો છે તેઓ બે રીતે તેમને શેર લાગ્યા કે નહીં તે ચેક કરી શકે છે. તમે બીએસઈ (BSE)ની વેબસાઇટ અથવા અધિકૃત રજિસ્ટ્રારની વેબસાઇટ પરથી સ્ટેટસ ચેક કરી શકો છો. કેમ્પસ એક્ટિવવેરના આઈપીઓ માટે ઓફિશિયલ રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Link Intime) છે.

    આઈપીઓ કેટલો ભરાયો?


    કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ કુલ 51.75 ગણો ભરાયો હતો. જેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો 152.04 ગણો ભરાયો હતો. નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત હિસ્સો 22.25 ગણો ભરાયો છે. રિટેલ હિસ્સો 7.68 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 2.11 ગણો ભરાયો છે.

    શેર લાગ્યા કે નહીં તે આ બે રીતે તપાસો:


    1) BSEની વેબસાઇટ મારફતે શેર લાગ્યા કે નહીં તે જાણવા ક્લિક કરો. (https://linkintime.co.in/MIPO/Ipoallotment.html)

    2) લિંક ઇન ટાઇમ વેબસાઇટ મારફતે શેર લાગ્યા કે નહીં તે જાણવા ક્લિક કરો. (https://www.bseindia.com/investors/appli_check.aspx)

    ગ્રે માર્કેટ પ્રીમિયમ


    આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે આજે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરનો એક શેર 95 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીની ઇશ્યૂ કિંમત 278-292 રૂપિયા છે. 95 રૂપિયા જીએમપી પ્રમાણે હાલ ઇશ્યૂ કિંમત પર 30 ટકા પ્રીમિયમ પર શેર ટ્રેડ થઈ રહ્યો છે.

    1,400 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ


    કંપની 1,400 કરોડ રૂપિયાનો ઇશ્યૂ લઈને આવી છે. કંપનીનો બિઝનેસ મિડ પ્રીમિયમ કેટેગરી હેઠળ આવે છે. 25 એપ્રિલના રોજ કંપનીએ એન્કર બુકથી 418.3 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ઑફર ફોર સેલ છે. એટલે કે કંપની કોઈ જ નવા શેર બહાર નથી પાડી રહી પરંતુ ઇશ્યૂ મારફતે કંપનીના વર્તમાન રોકાણકારો અને પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચી રહી છે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓમાં ટોચના પાંચ Mutual Fund કરશે રોકાણ, તૂટશે રેકોર્ડ

    કંપનીના સ્ટોર્સ


    કેમ્પસ એક્ટિવવેર આખા દેશમાં ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક ધરાવે છે. હાલ કંપની પાસે 28 રાજ્યના 625 શહેરમાં 400 ડિસ્ટ્રિબ્યૂટર્સ છે. આખા દેશમાં કંપનીના 18,200 જેટલા રિટેલર્સ આવેલા છે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત?


    કુલ આઈપીઓમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયો છે.

    આ પણ વાંચો: જાણો એલઆઈસીના આઈપીઓમાં કેટલું રોકાણ કરવું પડશે

    કેમ્પસ એક્ટિવવેરનો માર્કેટ હિસ્સો


    એક અંદાજ પ્રમાણે ભારતમાં ફૂટવેર માર્કેટ 60,000 કરોડ રૂપિયાનું છે, જેમાંથી સ્પોર્ટ્સ અને લેસર શૂનું માર્કેટ 10,000 કરોડ રૂપિયાનું છે. કેમ્પસ પાસે માર્કેટનો 15-20 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી મોટો 45 ટકા જેટલો હિસ્સો રીબોક (Reebok) ધરાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ભારત ચીન પછી સૌથી વધારે ફૂટવેર બનાવતો દેશ છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 13 ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો 67 ટકા છે.

    કંપનીની બેલેન્સ શીટ


    ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિના દરમિયાન કંપનીનો નફો 403 ટકા વધીને 84.80 કરોડ રૂપિયા રહ્યો હતો. વાર્ષિક આધારે કંપનીની આવક 93 ટકા વધીને 841.8 કરોડ રૂપિયા રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર