હવે 20 લાખની હોમ લોન પર દર મહિને આટલા રુપિયાની થશે બચત

News18 Gujarati
Updated: June 7, 2019, 3:50 PM IST
હવે 20 લાખની હોમ લોન પર દર મહિને આટલા રુપિયાની થશે બચત
વર્ષ 2019-20ના નાણાકીય વર્ષમાં બીજી વખત આરબીઆઈએ રેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

RBIની નાણાકીય સમિતિએ પોલિસી રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. નવીનતમ ઘટાડા બાદ રેપો રેટ ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. છેલ્લા 9 વર્ષમાં આ સૌથી નીચો છે.

  • Share this:
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી કમિટીએ ગુરુવારે પોલિસી રેટ 0.25 ટકા ઘટાડ્યો છે. નવીનતમ ઘટાડા પછી રેપો રેટ ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. છેલ્લા 9 વર્ષમાં આ સૌથી નીચો છે. આ સાથે આરબીઆઈએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2019-20ના નાણાકીય વર્ષમાં બીજી વખત આરબીઆઈએ રેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલો પોલિસી રિવ્યૂ છે. રેપો રેટમાં તમામ પ્રકારની લોન સસ્તી રહેશે. જો કે તે બેંક પર નિર્ભર કરે છે કે રેપો રેટમાં કેટલો ફાયદો કેવી રીતે મળે છે. રેપો રેટ તે રેટ છે જે આરબીઆઈ વ્યાપારી બેંકોને કર્જ આપે છે.

30 લાખની હોમ લોન પર દર મહિને 474 રૂપિયાનો ફાયદો

જો તમે રૂ. 30 લાખની હોમ લોન લીધી છે તો તેનો સમય 20 વર્ષ છે. વર્તમાન દર 8.60 ટકાના હિસાબથી તમારા ઇએમઆઈ રૂ. 26,225 રુપિયા થાય છે. હવે બેંક પણ આરબીઆઇ બાદ 0.25 ટકાનો દર ઘટાડવાનું નક્કી કરે છે તો નવા વ્યાજ દર 8.35 થશે. હવે તમારા નવા ઇએમઆઈ 25,751 રૂપિયા હશે. આ રીતે તમે દર મહિને 474 રૂપિયાની બચત કરી શકશો.

આ પણ વાંચો:  RBIએ વ્યાજના દરમાં કર્યો 0.25%નો ઘટાડો, ઘટી જશે તમારો EMI

20 લાખની હોમ લોન પર 316 રૂપિયાની બચત

જો તમે રૂ. 20 લાખની હોમ લોન લીધી છે. તો તેનો સમય 20 વર્ષ છે. વર્તમાન દર 8.60 ટકા પ્રમાણે તમારા ઇએમઆઈ રૂ. 17,483 છે. હવે બેંક પણ આરબીઆઈ પછી 0.25% દરે વ્યાજદર ઘટાડવાનું નક્કી કરે છે, તો નવો વ્યાજ દર 8.35 થશે. હવે તમારું નવું ઇએમઆઈ રૂ. 17,167 થશે. આ રીતે તમે દર મહિને 316 રૂપિયાની બચત કરી શકશો.આ પણ વાંચો: RBIની મોટી જાહેરાત! RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ હટાવ્યો

આર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આરબીઆઈના અંદાજ કરતા મોંઘવારી નીચે છે. દેશના ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો નોંધાયો છે. એવા સમયે દેશના આર્થિક વિકાસને પાટે ચડાવવા માટે વ્યાજના દરોમાં ઘટાડો કરવો જરૂરી હતો. વ્યાજદરમાં ઘટાડાનો મતલબ થાય છે કે હવે બેંકો જ્યારે પણ આરબીઆઈ પાસેથી ફંડ મેળવશે, તેમને નવા દર સાથે ફંડ મળશે. બેંકો પોતાને મળતો ફાયદો પોતાના ગ્રાહકોને પણ આપશે. જેના કારણે ઓછા દરમાં લોન મળવી તેમજ વર્તમાન EMI પણ ઘટી શકે છે. આ જ કારણે જ્યારે પણ રેપો રેટ ઘટે છે ત્યારે લોન લેવી સસ્તી થાય છે. સાથે જ ફ્લોટિંગ રેટ પર લીધેલી લોનના હપ્તામાં પણ ઘટાડો થાય છે.
First published: June 6, 2019, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading