હવે આટલી ઓછી થઈ જશે તમારા લોનની EMI, આ રીતે મારો હિસાબ

તમારી EMI કેટલી ઘટશે તેના માટે તમારા લોનની મૂળ રાશી, વ્યાજ દર, કેટલા વર્ષ સુધી લોન લીધી અને હાલમાં EMI કેટલી છે, તેના આધારે કેલ્ક્યુલેટ થઈ શકે

News18 Gujarati
Updated: April 4, 2019, 5:06 PM IST
હવે આટલી ઓછી થઈ જશે તમારા લોનની EMI, આ રીતે મારો હિસાબ
આરબીઆઈએ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
News18 Gujarati
Updated: April 4, 2019, 5:06 PM IST
ભારતીય રિઝર્વ બેન્કે હોમ અને ઓટો લોનની ઈએમઆઈ ચુકવનારા ગ્રાહકો માટે મોટી ખુશખબરી આપી છે. આરબીઆઈએ વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આનાથી હોમ લોન અને ઓટો લોનની EMIમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. રેપો રેટ ઘટવાથી તમારા માટે બેન્કોમાંથી લોન લેવી સસ્તી થઈ જશે અને તમારી EMI પણ ઘટી શકે છે. તમારી EMI કેટલી ઘટશે તેના માટે તમારા લોનની મૂળ રાશી, વ્યાજ દર, કેટલા વર્ષ સુધી લોન લીધી અને હાલમાં EMI કેટલી છે, તેના આધારે કેલ્ક્યુલેટ થઈ શકે છે.

હોમ લોન EMIનો બોઝ- એક્સપર્ટ અનુસાર, જો તમે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. અને જો તેનો સમય ગાળો 20 વર્ષ છે. હાલના દર 8.95 ટકાના હિસાબથી તમારી ઈએમઆઈ 26,895 રૂપિયા બેસે છે. હવે બેન્ક પણ આરબીઆઈ બાદ 0.25 ટકા દર ઘટાડવાનો નિર્ણય લે છે તો, તમારી નવી EMI 26416 રૂપિયા થશે. આ રીતે તમે દર મહિને 479 રૂપિયાની બચત કરી શકશઓ.

રેપો રેટ શું છે - જે રેટ પર આરબીઆઈ કોમર્શિયલ બેન્કો અને બીજી બેન્કોને લોન આપે છે, તેને રેપો રેટ કહે છે. રેપો રેટ ઓછો થવાનો મતલબ એ છે કે, બેન્કથી મળતી લોન સસ્તી થઈ જશે. રેપો રેટ ઓછી થવાથી હોમ લોન, વ્હીકલ લોન વગેરે બધી સસ્તી થઈ જાય છે.

રિવર્સ રેપો રેટ શું છે - બેંકોને પોતાની થાપણ કે પૈસા આરબીઆઈમાં જમા કરવા પર જે વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ બજારમાં રોકડને નિયંત્રણ કરવાનું કામ કરે છે. બજારમાં વધારે રોકડ થવા પર આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે છે.

SLR: જે વ્યાજદર પર બેંક પોતાના પૈસા સરકાર પાસે જમા રાખે છે તેને એસએલઆર કહે છે. રોકડને નિયંત્રણ કરવા માટે આનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બેંકોએ અમુક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે, જેનો ઉપયોગ કોઈ ઇમરજન્સીની લેવડ-દેવડને પૂરી કરવા માટે કરવામાં આવે છે.

CRR : બેન્કિંગ નિયમો પ્રમાણે તમામ બેંકોએ પોતાની કુલ રોકડની અમુક ચોક્કસ રકમ રિઝર્વ બેંક પાસે જમા રાખવી પડે છે. જેને સીઆરઆર કહેવામાં આવે છે.
Loading...

MSF: આરબીઆઈએ આની શરૂઆત વર્ષ 2011માં કરી હતી. એમએસએફ અંતર્ગત કોમર્શિયલ બેંકો એક રાત માટે પોતાની કુલ જમા પર એક ટકા સુધીની લોન લઈ શકે છે.
First published: April 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...