Home /News /business /

EPFO: ગત વર્ષ કરતા આ વર્ષે કેટલું ઓછું આવશે વ્યાજ? સમજો આખું ગણિત

EPFO: ગત વર્ષ કરતા આ વર્ષે કેટલું ઓછું આવશે વ્યાજ? સમજો આખું ગણિત

ઈપીએફઓ

EPF Interest Rate: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બોર્ડે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે પણ આટલું જ 8.5 ટકા વ્યાજ મળ્યું હતું.

    નવી દિલ્હી: EPFO એટલે કે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન તરફથી પીએફ પર મળનારું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે જે વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે તે છેલ્લા 40 વર્ષમાં સૌથી ઓછું છે. આ વર્ષે નાણાકીય વર્ષ 2021-22 માટે 8.1 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ વ્યાજદર 8.5 ટકા હતો. સરકારના આ નિર્મયથી આશરે 6 કરોડ લોકોને ઝટકો લાગ્યો છે. આ વખતે તમને 0.40 ટકા વ્યાજ ઓછું મળશે તેનાથી તમને કેટલું નુકસાન જશે તેની ગણતરી કરીએ.

    આ પહેલા કેટલું વ્યાજ મળતું હતું?


    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બોર્ડે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે પણ આટલું જ 8.5 ટકા વ્યાજ મળ્યું હતું. નાણાકીય વર્ષ 2018-19 માટે વ્યાજદર 8.65 ટકા હતો. નાણાકીય વર્ષ 2017-18 માટે વ્યાજદર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2016-17 માટે વ્યાજનો દર 8.65 ટકા હતો. તેના એક વર્ષ પહેલા એટલે કે 2015-16 દરમિયાન વ્યાજનો દર 8.80 ટકા હતો.

    વર્ષો પછી ઓટલું ઓછું વ્યાજ


    એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે, તો બીજી તરફ PF પર મળનારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 1977-78 દરમિયાન EPFO તરફથી 8% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારથી હવે આટલું ઓછું વ્યાજ મળ્યું છે. અત્યારસુધી 8.25 ટકા કે તેનાથી વધારે વ્યાજ મળતું રહ્યું છે.

    કેટલનું નુકસાન થશે


    કોઈ કર્મચારીના બેઝિક પગારની 12 ટકા રમ પીએફ ખાતામાં જાય છે. આ રકમ તમારા પગારમાંથી કાપવામાં આવે છે. સામા પક્ષે કંપની તેના 12 ટકા હિસ્સામાંથી 3.67 ટકા કર્મચારી પેન્શન ખાતામાં નાખે છે. બાકીનો એટલે કે 8.33 ટકા હિસ્સો પીએફ ખાતામાં જમા થાય છે.

    સમજો ગણિત:


    બેઝિક પગાર: 15,000 રૂપિયા

    EPFમાં કર્મચારીનું યોગદાન : 15 હજાર રૂપિયાના 12% = 1800 રૂપિયા.

    કંપનીનો હિસ્સો : 15 હજાર રૂપિયાના 8.33% = 1250 રૂપિયા

    EPSમાં કંપનીનું યોગદાન: 1800-1250 = 550 રૂપિયા

    દર મહિને EPFમાં કુલ યોગદાન: 1800+1250 = 3050

    2021-22 માટે વ્યાજદર 801 ટકા છે. જે પ્રમાણે દર મહિને વ્યાજ (8.10 ટકાના 12 મહિના પ્રમાણે) 0.675 ટકા મળશે. જે પહેલા 8.50 ટકાના દરે 0.7083 ટકા હતું.

    આ પણ વાંચો: 14 શેર જેણે રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન

    આ ચાર રીતે ચેક કરો પીએફ બેલેન્સ:


    1) SMSની મદદથી બેલેન્સ ચેક કરો


    જો તમારું યુએએન EPFOમાં રજિસ્ટર્ડ છે, તો તમારું લેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી એક મેસેજથી મળી શકે છે. આ માટે તમારે 77382 99899 પર EPFOHO UAN ENG લખીને મેસેજ મોકલવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા માંગો છો, તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરો. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. જે નંબર પરથી યુએએન રજિસ્ટર કરવામાં આવ્યો હોય, તે નંબર પરથી મેસેજ મોકલવાનો રહેશે.

    2) મિસ્ડ કોલની મદદથી બેલેન્સ ચેક કરો


    તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 આ નંબર મિસ્ડ કોલ આપવાનો રહેશે. ત્યાર બાદ EPFO તરફથી એક મેસેજ આવશે, આ મેસેજમાં પીએફ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી હશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પેન નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. આ સર્વિસ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

    આ પણ વાંચો: આજે (8 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય 

    3) ઉમંગ એપની મદદથી ચેક કરો


    EPFO કર્મચારી ઉમંગ એપની મદદથી પીએફ એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. EPF પાસબુક ચેક કર્યા ઉપરાંત કર્મચારીઓ ક્લેમ પણ કરી શકે છે. આ એક સરકારી એપ છે. આ એપની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકો છો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

    >> આ માટે તમારે EPFO પર જવાનું રહેશે.

    >> ત્યારબાદ Employee Centric Services પર ક્લિક કરો.

    >> હવે View Passbook પર ક્લિક કરો.

    >> પાસબુક જોવા માટે UANથી Login કરો.

    4) વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરો


    તમે EPFOની વેબસાઈટની મદદથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે તમારે EPFO પાસબુક પોર્ટલ જવાનું રહેશે. હવે યુએએન અને પાસબુકની મદદથી લોગીન કરો. ત્યારબાદ ડાઉનલોડ વ્યૂ પાસબુક ઓપ્શન પર ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Epfo, Interest Rate, PF

    આગામી સમાચાર