કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે મોટી ઈ-કોમર્સ કંપનીઓ, CAITએ PM મોદીને લખ્યો પત્ર

કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે મોટી ઈ-કોમર્સ કંપનીઓ, CAITએ PM મોદીને લખ્યો પત્ર
પ્રતિકાત્મક તસવીર

કેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ઈ-કોમર્સ કંપનીઓ સામે જરૂરી પગલાં લેવા માટે આગ્રહ કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હીઃ દેશમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કાદયાની અવગણવા કરીને વ્યાપાર કરવો ભારે પડી શકે છે. કારોબારી સંગઠન કેટે વડાપ્રધાન મોદીને (PM Narendra Modi) આ ઈકોમર્સ કંપનીઓ (Ecommerce companies) દ્વારા સરકારના નીતિઓ અને કાયદાની અવગણના કરવા સંબંધમાં એક પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મોકલેલા પ્તરમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું છે કે દેશભરમાં વેપારી સરકારના ડિઝિટલ ઈન્ડિયા (Digital India) કાર્યક્રમ અંતર્ગત ઈ કોમર્સ વેપારને અપનાવવા માટે ખૂબ ઉત્સુક છે. પરંતુ મોટી ઈ-કોમર્સ કંપનીઓ દ્વાાર એફડીઆઈ નીતિ (FDI Policy) અને અન્ય કાયદાઓ અને નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવાના કારણે ડિજિટલ કોમર્સને અપનાવવા માટે એક પ્રમુખ અવરોધ સાબિત થઈ રહ્યો છે.

    કેટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ઈ-કોમર્સ કંપનીઓ સામે જરૂરી પગલાં લેવા માટે આગ્રહ કર્યો છે. કેટે પીએમને દેશની દરેક ગલી અને ખૂણામાં લોકલ ફોર વોકલ (Vocal for Local) અને આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય, રાજ્ય અને દેશના પ્રત્યેક જિલ્લા સ્તર ઉપર એક સંયુક્ત સમિતિની રચના કરવાની સલાહ પણ આપી છે.



    કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે કાયદાના સંરક્ષક હોવા છતાં વિવિધ વિભાગ સરકારની નીતિ અને કાયદાનું પાલન કરવામાં સફળ રહ્યા નથી. તેમણે વડાપ્રધાનને એ આગ્રહણ કર્યો છે કે ભારતમાં ઈ-કોમર્સ વ્યાપારને સુચારું રૂપથી ચલાવવા માટે એક ઈ-કોમર્સ નીતિની વહેલી તકે જાહેરાત કરવાની જરૂરિયાત છે.

    આ પણ વાંચોઃ-ગજબની ચોરી! BJP મહિલા નેતાની ઈનોવા કારને ઈંટો ઉપર ઊભી કરી પૈડાં ચોરી ગયા ચોર

    આ ઉપરાંત ઈ કોમર્સ વ્યાપારને રેગ્યલર અને મોનિટર કરવા માટે એક અધિકાર પ્રાપ્ત રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરવી ખૂબ જ જરૂરી છે. ભરતિયા અને ખંડેલવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે તેમનું લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતનું આહ્વાન દેશના સ્થાનિક વેપાર માટે ખૂબ જ જરૂરી નિર્ણાયક સાબિત થઈ શકે છે.

    આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્રીના લગ્નની કંકોત્રી ઉપર સૂસાઈડ નોટ લખીને પિતાએ કરી આત્મહત્યા, લગ્નના એક દિવસ પહેલા દુલ્હાએ માગ્યા રૂ.30 લાખ

    આ અંતર્ગત નાના નિર્માતાઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળો સામાનનું ઉત્પાદન કરવાની અપાર ક્ષમતાઓને વિકસિત કરી શકાય છે. આ દ્રષ્ટીથી આ અભિયાનને દેશના દરેક ખૂણામાં લઈ જવાની જરૂરત છે.



    કેટના વડાપ્રધાન મોદીને સલાહ આપી છે કે વેપાર, ઉપભોક્તા, નાગરિક સમાજ અને રાષ્ટ્રીય સ્તર ઉપર નાના નિર્માતાઓ દ્વારા પ્રતિનિધિઓની સાથે સરકારી અધિકારીઓની એક સંયુક્ત સમિતિનું ગઠન રાષ્ટ્રીય સ્તર ઉપર રાજ્ય સ્તર ઉપર અને પ્રત્યેક રાજ્યના જિલ્લા સ્તર ઉપર છે જેમાં આ અભિયાન દેશભરમાં લોકો વચ્ચે વધારેમાં વધારે ચાલે અને વધારેમાં વધારે લોકો આ અભિયાન સાથે જોડાય.
    Published by:ankit patel
    First published:November 29, 2020, 21:12 pm

    टॉप स्टोरीज