નવી દિલ્હીઃ વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ રવિવારે કહ્યું છે કે તેમણે ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)ને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઈને ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon)ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેઝોનની માર્કેટ બગાડનારી કિંમતોથી નાના વેપારીઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે.
CAITએ કહ્યું કે, તેમણે EDને લખેલા પત્રમાં અમેઝોનની વિરુદ્ધ તમામ જરુરી તથ્યોને રજૂ કર્યા છે. તેના દ્વારા એ સાબિત કરવામાં આવ્યું છે કે ઇ-કોમર્સ કંપની વર્ષ 2012થી જ ભારતીય કાયદા, નિયમો અને વિનિયમનનું ઉલ્લંઘન કરતી આવી રહી છે. CAITએ એક નિવેદનમાં કહ્યું છે કે તેનાથી દેશના નાના-મોટા કરોડો વેપારીઓને નુકસાન પહોંચ્યું છે, જ્યારે સરકારે FDI નીતિ અને ફેમા નિયમનોમાં તેમના વેપારને સુરક્ષિત રાખવાની તમામ જોગવાઈઓ કરી છે.
CAITએ દાવો કર્યો કે અમેઝોન દ્વારા આ કાયદાઓનું સતત ઉલ્લંઘન થયું હોવા છતાંય તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેના કારણે દેશના 7 કરોડ વેપારીઓની સાથોસાથ શ્રમિકો અને તેમની સાથે જોડાયેલા લોકો પોતાને ઠગાયેલા અને લાચાર અનુભવી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક રિટેલરોની ભાવનાઓ અને વિદેશી ઇ-કોમર્સ કંપનીઓના મનફાવે તેવા વલણના કારણે દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનને જોતાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે. CAITએ EDને ઇ-કોમર્સ કંપનીની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ બાબતે અમેઝોન ઈન્ડિયા સાથે ઇ-મેઇલના માધ્યમથી પૂછવામાં આવ્યું, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો. CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે EDને લખેલા પત્રમાં કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે અમેઝોન સેલર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (અમેઝોન ઈન્ડિયા) અને અન્ય સહાયક કંપનીઓ અને બેનામી કંપનીઓના માધ્યમથી ઇ-કોમર્સ કંપની કેવી રીતે ઇ-કોમર્સનું ઇન્વેન્ટ્રી આધારિત મોડલ સક્રિય છે. તેઓએ કહ્યું કે આ એફડીઆઇ નીતિ, સંબંધિત પ્રેસ નોટ્સ અને ફેમા અધિનિયમ, નિયમો અને વિનિયમનનું પૂર્ણ ઉલ્લંઘન છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર