નવી દિલ્હી. બ્રિટન (Britain)ની કેયર્ન એનર્જી (Cairn Energy)એ મધ્યસ્થતા આદેશ હેઠળ 1.7 અબજ અમેરિકન ડૉલરની નુકસાનની ભરપાઈ કરવા માટે ફ્રાન્સની એક કોર્ટ (France Court)થી ફ્રાન્સમાં સ્થિત 20 ભારતીય સરકારી સંપત્તિઓને જપ્ત (20 Indian Properties Seized) કરવાનો આદેશ પ્રાપ્ત કરી દીધો છે. ફ્રાન્સની કોર્ટે 11 જૂને કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિઓના અધિગ્રહણનો આદેશ આપ્યો હતો, જેમાં મોટાભાગના ફ્લેટ સામેલ છે. આ સમગ્ર મામલા પર હવે ભારત સરકાર તરફથી જવાબ સામે આવી રહ્યો છે. નાણા મંત્રાલય (Ministry of Finance) તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારને હજુ સુધી ફ્રાન્સની કોર્ટ તરફથી કોઈ પણ પ્રકારની નોટિસ નથી મળી.
નાણા મંત્રાલય મુજબ, એવા અહેવાલો મળ્યા છે કે કેયર્ન એનર્જીએ પેરિસમાં ભારત સરકારની સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી ભારત સરકારને આ સંબંધમાં ફ્રાન્સની કોર્ટ તરફથી કોઈ જાણકારી કે નોટિસ નથી આપવામાં આવી. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો ભારત સરકાર ધ હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. નાણા મંત્રાલય તરફથી જણાવાયું છે કે કેયર્ન એનર્જીના સીઇઓ અને અન્ય પ્રતિનિધિઓએ આ મામલાનો કોઈ ઉકેલ શોધવા માટે ભારત સરકાર સાથે સંપર્ક તો કર્યો હતો. આ વિષય પર ચર્ચા પણ થઈ હતી. ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે સરકાર દેશની કાયદાકિય મર્યાદાઓની અંદર રહીને આ મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે તૈયાર છે.
કેયર્ન એનર્જી દ્વારા આ સંપત્તિઓમાં રહેનારા ભારતીય અધિકારીઓને હટાવવાની શક્યતા નથી, પરંતુ કોર્ટના આદેશ બાદ સરકાર તેને વેચી નહીં શકે. એક મધ્યસ્થતા કોર્ટે ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ કેયર્ન એનર્જીને 1.2 અબજ ડૉલરથી વધુનું વ્યાજ અને દંડ ચૂકવે. ભારત સરકારે આ આદેશને સ્વીકાર્યો નથી. ત્યારબાદ કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિને જપ્ત કરીને બાકીની રકમની વસૂલી માટે વિદેશોમાં અનેક કોર્ટોમાં અપીલ કરી હતી.
Britain’s Cairn Energy secures French court order to seize 20 Indian govt properties to recover arbitration award: Sources
'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એડિનબર્ગ સ્થિત ઓઇલ પ્રોડ્યૂસરને 20 મિલિયન GBPથી વધુ 20 ભારતીય સરકારી સંપત્તિને જપ્ત કરવા માટે એક ફ્રાન્સની કોર્ટેનો આદેશ મળ્યો છે. રિપોર્ટ મુજબ, કેયર્ને કહ્યું કે ટ્રિબ્યૂનલ જ્યૂડિશિયરી ડે પેરિસનો આદેશ પ્રોપર્ટીઝનો માલિકી હક લેવા માટે એક જરૂરી પ્રારંભિક પગલું હતું અને એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ વેચાણની આવક કેયર્નના કારણે હશે. ડિસેમ્બરમાં ધ હેગ, નેધરલેન્ડમાં એક સ્થાયી મધ્યસ્થતા કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ભારત સરકારને Cairn Energyને 1.2 બિલિયન ડૉલરનું વળતર આપવું જોઈએ, કારણ કે તેમણે ખોટી રીતે ટેક્સ ડિમાન્ડને લાગુ કર્યા હતા.
ભારતે ટ્રિબ્યૂનલના નિર્ણયની વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. આ દરમિયાન, કેયર્ને દબાણ ઊભું કરવા અને પોતાની બાકી રકમ વસૂલવા માટે વિદેશોમાં ભારત સરકારની સંપત્તિઓને ઓળખ કરી છે. 15 મેના રોજ UKની કેયર્ન એનર્જીએ ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લા માટે US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભારતના રાષ્ટ્રીય એરલાઇન એર ઈન્ડિયા પર કેસ દાખલ કર્યો. ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું કે કેયર્ને રકમ એકત્ર કરવા માટે સંભવિત જપ્તી માટે વિદેશોમાં 70 અબજ ડૉલરની ભારતીય સંપત્તિની ઓળખ કરી છે, જે હવે વ્યાજ અને દંડ સહિત કુલ 1.72 અબજ ડૉલર થઈ ગઈ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર