Home /News /business /

જાહેરાતોમાં નવો દોર, માત્ર કેડબરી જ નહીં પરંતુ આ 7 એડ્સમાં પણ જેન્ડર સ્વીચ જોવા ગમશે

જાહેરાતોમાં નવો દોર, માત્ર કેડબરી જ નહીં પરંતુ આ 7 એડ્સમાં પણ જેન્ડર સ્વીચ જોવા ગમશે

કેડબરીની જાહેરખબરમાં જેન્ડર સ્વેપ.

Gender swap in Cadbury adverstiment: જ્યારે કે કેડબરીની આ જ જૂની જાહેરાતમાં ક્રિકેટ મેચમાં પુરૂષ શાનદાર શોટ લગાવે છે અને તેની મહિલા પાર્ટનર સિક્યોરિટી ચેઇન તોડીને ડાન્સ કરવા લાગે છે.

મુંબઈ: સમયની સાથે હવે જાહેરાતોની પેટર્ન (Advertisement pattern) પણ બલાઇ રહી છે. કેડબરીની નવી જાહેરાત (Cadbury new advertisement)માં મહિલાએ ક્રિકેટ મેચ દરમિયાન શાનદાર શોટ ફટકાર્યો અને તેનો પાર્ટનર ખુશીથી નાચી ઉઠ્યો. આ જાહેરાતે સાર જાળવી રાખ્યો પણ મહિલાની આવડતોના મહત્ત્વને પણ ઉજાગર કર્યુ.

જ્યારે કે કેડબરીની આ જ જૂની જાહેરાતમાં ક્રિકેટ મેચમાં પુરૂષ શાનદાર શોટ લગાવે છે અને તેની મહિલા પાર્ટનર સિક્યોરિટી ચેઇન તોડીને ડાન્સ કરવા લાગે છે. જે દર્શાવે છે કે સમયની સાથે જાહેરાતોએ માત્ર કમાવાનો નહીં, પરંતુ સામાજીક મુદ્દાઓ ઉજાગર કરવાનો હેતુ પણ આવરી લીધો છે. અહીં એવી જ સાત જાહેરત આપી રહ્યા છીએ જેના મેકઓવરને જોવું રસપ્રદ બની રહેશે.સર્ફઃ લતાજીમાંથી લલિતજી

સર્ફની એક જૂની જાહેરાતમાં લલિતાજી નામની મહિલા દરેક વસ્તુનો ભાવતોલ કરીને જ ખરીદે છે, પણ સર્ફની ખરીદીને તેમાંથી બહાર રાખે છે. કારણ કે તે ભાવતોલથી ઉપર છે અને તે તેના માટે માત્ર કિંમત પૂરતો સિમિત નથી. નિરમાને બજારમાં ટક્કર આપવા માટે તે સમયે આ જાહેરાતની એક સારી સ્ટ્રેટેજી હતી. જ્યારે હવે લલિતજી જે પણ બચતપ્રેમી અને નાણાકીય આયોજનમાં વિશ્વાસ રાખતો વ્યક્તિ છે, તે જ્યારે પણ ખરીદી કરવા જાય છે તો જેને કોઇ પણ મૂર્ખ બનાવી કે છેતરી શકતું નથી. તે પણ અહીં સર્ફને ભાવતોલ અને ગણતરીમાંથી બહાર રાખે છે. કારણ કે તેના મતે તેમાં પૈસા ખર્ચ કરવા એક વ્યાજબી બાબત છે.Ericsson: “વન બ્લેક કોફી” ડીનર બની શકે છે?

આ લેજન્ડરી જાહેરત કઇ રીતે ભૂલી શકાય. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એરિક્સન ફોન કેટલો નાનો છે. જાહેરાતમાં એક રેસ્ટોરન્ટમાં એક મહિલા એક વયસ્ક સામે જુએ છે અને કંઇક બોલે છે. વયસ્કને લાગ્યું કે તેણી તેને બોલાવી રહી છે. વયસ્કને આશ્ચર્ય થાય છે જ્યારે તે સુંદર મહિલા કહે છે, “મારી સાથે ડીનર કરો.” વયસ્ક ઊભા થઇને તેણીના ટેબલે જાય છે, ત્યારે અચાનક મહિલા પોતાના કાન પાસેથી હાથ હટાવે છે, જેમાં તે ફોન પકડી કોઇ સાથે વાત કરી રહી હોય છે અને વયસ્કની સામે જોઇને કહે છે કે, “વન બ્લેક કોફી પ્લીઝ”. અમને નથી લાગતું આ જાહેરાતને સ્વીચ કરવી વાજબી હશે. પરંતુ કદાચ એક યુવાન વિદ્યાર્થીને તેની સુંદર મહિલા પ્રોફેસર સ્વિચ કરી શકે છે અને તેઓ ડિનર પર જઇ શકે છે.મેગીઃ બસ દો મિનિટ...પણ આ વખતે પપ્પા બોલશે!

પુરૂષો કદાચ મેગી બનાવતા પણ હશે, પરંતુ મમ્મી અને મેગી વચ્ચેનું કનેક્શન ઘણુ મજબૂત છે. ભારતીય માર્કેટમાં મેગીને સ્વીકાર્ય બનાવવા માટે મેડ બાય મધર પર ખૂબ ભાર મૂકાયો હતો. પણ શું કોઇ માતા તેના બાળકને એવી વસ્તુ આપે જે તેને નુકસાન પહોંચાડી શકે? ના, અમે અહીં કોઇ ચર્ચામાં નહીં ઉતરીએ. નવી જાહેરાતમાં એક છોકરી રમતના મેદાનમાંથી તેના પિતા પાસે દોડીને આવે છે અને કહે છે, “પપ્પા ભૂખ લાગી છે” અને તેના પપ્પા હસીને જવાબ આપે છે “બસ, દો મિનિટ?”

પેપ્સીઃ ગોટ અ પેપ્સી, માય લેડી?

સૌથી લોકપ્રિય જાહેરાતો પૈકી એક જેમાં આમિર ખાન પોતાની નવી પાડોશી (મહિમા ચૌધરી) માટે પેપ્સી લેવા લોક કરેલો દરવાજો તોડીને દૂર સુધી જઇને પેપ્સી લઇને આવે છે. આમિર એક પેપ્સી લાવે છે એટલામાં ડોરનો બેલ વાગે છે અને મહિમા કહે છે, જરૂર સંજુ જ હશે. જેથી આમિરને આશ્ચર્ય થાય છે કે જેના માટે પેપ્સી લેવા તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તેનો બોયફ્રેન્ડ પણ છે. પણ સંજુ અન્ય એક સુંદર છોકરી સંજના હોય છે. સંજના (ઐશ્વર્યા રાય), તેને પણ પેપ્સી જોઇએ છે. જેથી આમિર એકદમ ચકિત થઇ જાય છે કારણ કે તેને ફરી તેવી જ રીતે પેપ્સી લેવા જવું પડશે જે રીતે તે પહેલા ગયો હતો. જો આ જ જાહેરાતને સ્વીચ કરવામાં આવે તો કેવું રહેશે?રેમન્ડઃ ટાઇમ ફોર ધ કમ્પ્લીટ વુમન

80s અને 90sમાં સૌથી ક્લાસિ જાહેરાત હતી રેમન્ડની “ધ પર્ફેક્ટ મેન”. જેમાં ઉંમરના દરેક પડાવમાં પુરૂષોના વિવિધ પાત્રો દર્શાવવામાં આવે છે. પુસ્તક વાંચવા, કૂતરાઓ સાથે રમતા, વિદ્યાર્થોઓની ફેરવેલ અને ઘણા બધા. વિચારો કેટલું મજેદાર બને જો આ જ સિરિઝમાં મહિલાઓની અજાણી પ્રતિભાઓ ઝલકાવવામાં આવે અને તે પણ આ જ પિયાનો મ્યુઝિક સાથે.એશિયન પેઇન્ટ્સ

એશિયન પેઇન્ટ્સની આ જાહેરાત, જેમાં મહિલા પોતાની પસંદગીનો ક્રિમ શેડ શોધવા માટે તેના પતિને ઘણી મહેનત કરાવે છે અને તેને એશિયન પેઇન્ટ્સની લિસ્ટમાં જ મહિલાની પસંદગીનો શેડ મળે છે. એશિયન પેઇન્ટ્સ કહેવા માંગે છે કે તેમની પાસે શેડ્સનું એક મોટુ લીસ્ટ છે.Seagram's Imperial Blue

ઇમ્પિરીયલ બ્લૂની આ જાહેરાતમાં એક મહિલા ફ્લાઇટમાં સીટ શોધી રહી હોય છે, જ્યાં તેની સીટ બે પુરૂષોની વચ્ચે હોય છે, તેવામાં એક પુરૂષ મહિલાને ઇમ્પ્રેસ કરવા તેને કોર્નરની પોતાની સીટ આપી દે છે. અને મહિલા પોતાના દાદાજીને તે સીટમાં બેસાડી પોતે અન્ય સીટમાં બેસવા જાય છે. જેથી પેલો પુરૂષ ચોંકી જાય છે. આ જાહેરાતમાં સ્વિચ કરવું યોગ્ય રહેશે, પણ મહિલાઓ પુરૂષોને ઇમ્પ્રેસ કરવા કંઇ કરે છે તેવું દર્શવવાની જગ્યાએ કંઇ એવું કરે જે તેના માટે જ હોય.મહિલાને પુરૂષો માટે ઓબ્જેક્ટ દર્શાવવી યોગ્ય તો નથી જ. જેમા પોતાના કૂતરાને ખવડાવવા રૂમમાંથી બહાર આવે છે, બિલાડી સાથે ટીવી જોવે છે, કંપનીએ જવા માટે સુંદર હિલ્સ પહેરીને નીકળે છે વગેરે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Advertisement, Cadbury, TV

આગામી સમાચાર