Home /News /business /સરકારી કર્મચારી આનંદો! સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાનો લીધો નિર્ણય

સરકારી કર્મચારી આનંદો! સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાનો લીધો નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

કેબિનેટ બેઠકમાં અમદાવાદમાં બે કોરિડોરવાળી મેટ્રો ફેઝ ટૂને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી.

    કેન્દ્રીય કેબિનેટની મંગળવારે થયેલી બેઠક સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી લઈને આવી છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 9 ટકાથી વધારી 12 ટકા કરી દેવામાં આવ્યું છે. નવો દર 1 જાન્યુઆરી 2019થી લાગુ થશે. કેબિનેટે આ સિવાય પણ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.

    આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા, જેમાં દિલ્હી-ગાજીયાબાદ-મેરઠ વચ્ચે 82.15 કિમીના વિસ્તારમાં રિઝનલ રેપિડ ટ્રાંજીટ સિસ્ટમને મંજૂરી સામેલ છે.



    આ માર્ગ પર 68.03 કિલોમીટર એલિવેટેડ અને 14.12 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવવામાં આવશે. આ રસ્તો બનાવવા માટે 30,274 કરોડ ખર્ચ થવાનું અનુમાન છે.

    પરિવહનના જ ક્ષેત્રમાં સરકારે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટે અમદાવાદમાં બે કોરિડોરવાળી મેટ્રો ફેઝ ટૂને પણ લીલી ઝંડી આપી દીધી છે.



    આ સિવાય ત્રણ તલાક બીલ, ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલ, કંપની લો સંશોધન અને બેનિંગ ઓફ અનરેગુલેટેડ ડિપોઝિટ સ્કીમ બિલથી સંબંધિત ઓર્ડિનેન્સને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Approved, Cabinet meeting

    विज्ञापन
    विज्ञापन