યસ બેંક ખાતાધારકો માટે ખુશખબર, નાણા મંત્રીએ કહ્યું- આ દિવસથી હટી જશે બધા પ્રતિબંધ

News18 Gujarati
Updated: March 13, 2020, 5:08 PM IST
યસ બેંક ખાતાધારકો માટે ખુશખબર, નાણા મંત્રીએ કહ્યું- આ દિવસથી હટી જશે બધા પ્રતિબંધ
યસ બેંક ખાતાધારકો માટે ખુશખબરી

કેન્દ્રીય કેબિનેટ બેઠક પુરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ (Cabinet Meeting)બેઠક પુરી થયા પછી પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે યસ બેંકના રિકન્સ્ટ્રક્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)બતાવ્યું કે યસ બેંક (Yes Bank)માં ભારતીય સ્ટેટ બેંક (SBI) 49 ટકા ભાગીદારી ખરીદશે. એસબીઆઈ 3 વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 ટકાથી ઓછી કરી શકશે નહીં. આ સિવાય પ્રાઇવેટ લેંડર્સ તેમાં નિવેશ કરશે. પ્રાઇવેટ લેંડર્સ માટે પણ લોક ઇન પીરિયડ 3 વર્ષ સુધીનો જ રહેશે. જોકે તેના માટે સ્ટેકની લિમિટ 75 ટકા સુધી છે.

કેબિનેટ બેઠક પછી વિત્ત મંત્રીએ મીડિયાને મહત્વની જાણકારી આપી હતી કે તે ઘણું જલ્દી યસ બેંક મામલાને (Yes Bank Crisis)લઈને નવું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. યસ બેંક ડિપોઝિટર્સ માટે રાહતની વાત એ હશે કે નોટિફિકેશન જાહેર થયાના 3 દિવસની અંદર મોરેટેરિયમ પીરિયડને ખતમ કરી દેવામાં આવશે. જેનો અર્થ એ છે કે નોટિફિકેશન જાહેર થયાના 3 દિવસની અંદર યસ બેંકના બધા પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.

આ પણ વાંચો - VIDEO: ધોનીનો મેદાન પર દમદાર પ્રહાર, 91 બોલમાં બનાવ્યા 123 રન

વિત્ત મંત્રીએ એ પણ જણાવ્યું છે કે સ્કીમના નોટિફિકેશનના 7 દિવસની અંદર જ નવા બોર્ડની રચના કરી દેવામાં આવશે. નવા બોર્ડની રચના પછી આરબીઆઈ દ્વારા નિયુક્ત કરેલ પ્રશાસક પ્રશાંત કુમારને હટાવી લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નવા બોર્ડમાં SBIના બે નિર્દેશક પણ સભ્ય હશે.

ઘરેસુ સ્ટોક માર્કેટમાં ભારે ગિરાવટને લઈને વિત્ત મંત્રીને પૂછવા પર તેમણે કહ્યું હતું કે આરબીઆઈ સાથે મળીને સરકાર પણ તેની ઉપર નજર રાખી રહી છે.
First published: March 13, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading