હવે આ દેશમાં પણ ચાલશે ભારતનું ATM કાર્ડ, મફતમાં મળશે રૂ. 10 લાખનો વીમો

News18 Gujarati
Updated: December 4, 2019, 4:36 PM IST
હવે આ દેશમાં પણ ચાલશે ભારતનું ATM કાર્ડ, મફતમાં મળશે રૂ. 10 લાખનો વીમો
પ્રતિકાત્મક તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે માલદીવમાં રૂપે કાર્ડ લોન્ચને મંજૂરી આપી દીધી છે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કેબિનેટે માલદીવમાં રૂપે કાર્ડ લોન્ચને મંજૂરી આપી દીધી છે. આનાથી ડિઝિટલ ચૂકવણી, વ્યાપાર અને પર્યટનમાં ભારતના સંબંધ વધશે. આ પહેલા સરકારે ભૂટાન અને દુબઈમાં RuPay કાર્ડ લોન્ચ કર્યું હતું.

હવે માલદીવમાં ચાલશે RuPay કાર્ડ - ઉલ્લેખનીય છે કે, માલદીવ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાં એક છે, અને તે ભારતથી થોડે જ દુર વસેલુ છે. માલદીવના માત્ર 1 ટકા ભાગમાં જ જમીન છે, બાકી 99 ટકા પાણી જ પાણી છે. અહીં ભારતીય ટુરિસ્ટ ફરવા જાય છે. માલદીવ જતા ભારતીયોને રૂપે કાર્ડનો ફાયદો મળશે.

તો જોઈએ રૂપે કાર્ડની ખાસીયત

- રૂપે એક ઘરેલુ પ્લાસ્ટિક કાર્ડ છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ લોન્ચ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે, તે દેશમાં પેમેન્ટ સિસ્ટમનું એકિકરણ કરી શકાય. એસબીઆઈ જેવી મોટી બેન્કથી લઈ દેશની તમામ પ્રમુખ બેન્કોએ રૂપે કાર્ડ જાહેર કર્યા છે. ખાસકરીને પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા તમામ ખાતા માટે રૂપે કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

આ બીજા કાર્ડ જેવા જ છે. અને તમામ ભારતીય બેન્કો, એટીએમ, પીઓએસ ટર્મિનલ અથવા ઈ-કોમર્સ વેબસાઈટ પર સરળતાથી ચાલે છે.

મફતમાં મળશે 10 લાખનો વીમો - રૂપે સિલેક્ટ ક્રેડિટ કાર્ડની સાથે 10 લાખ રૂપિયાની કિંમતનો વ્યક્તિગત દુર્ઘટના વીમો મળશે. વિદેશમાં કાર્ડનો ઉપયોગ કરવા પર, એટીએમ પર 5 ટકા કેશબેક અને પીઓએસ પર 10 ટકા કેશબેક આપવામાં આવશે. દુનિયાભરના 700થી વધારે લાઉન્જ અને ભારતના 30થી વધારે લાઉન્જ માટે ફ્રીમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય લાઉન્જ મળે છે.
First published: December 4, 2019, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading