ફ્લાઇટમાં સફર કરનારા માટે મોટા સમાચાર, સરકારે બદલ્યો આ નિયમ

News18 Gujarati
Updated: December 12, 2019, 11:45 AM IST
ફ્લાઇટમાં સફર કરનારા માટે મોટા સમાચાર, સરકારે બદલ્યો આ નિયમ
ગુનેગારોને 1 કરોડ દંડ કરવામાં આવશે.

હવે ફ્લાઇટની સુરક્ષા જોખમમાં મુકનારા ગુનેગારોને 1 કરોડ દંડ કરવામાં આવશે. સરકારે એરક્રાફ્ટ એક્ટ 1934માં સુધારો કરવાના બિલને મંજૂરી આપી દીધી છે.

  • Share this:
હવે ફ્લાઇટની સુરક્ષા (Flight Security) જોખમમાં મુકનારા ગુનેગારોને રુપિયા 1 કરોડ દંડ કરવામાં આવશે. સરકારે વિમાન અધિનિયમ 1934માં સુધારો કરવાના સૂચિત બિલને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Modi Government)ની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આમાં વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવા માટે અથવા કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવા બદલ દોષિત વ્યક્તિઓને સજા ઉપરાંત 10 લાખનો દંડ વધારીને 1 કરોડ કરવાનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવિત બિલ સંસદમાં વિમાન બિલ 2019 ના નામે રજૂ કરવામાં આવશે.

એરક્રાફ્ટ એમેન્ડમેન્ટ બિલ 2019 એ એર સંશોધનના તમામ ક્ષેત્રોના નિયમો અને કાયદાને કાયદાની કક્ષામાં લાવવાની દરખાસ્ત કરી છે. આ સુધારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન આઈસીએઓની સુરક્ષા શરતોને પણ પૂર્ણ કરશે.

આ પણ વાંચો: દરરોજ 18 રુપિયા જમા કરાવી મેળવો 77 લાખ રુપિયા, ફાયદાકારક છે આ પ્લાનઆ ઉપરાંત ભારતના ત્રણ વિમાન નિયમનકારો-ડાયરેક્ટોરેટ જનરલ ઑફ એવિએશન (DGCA), બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) ને તેમની ભૂમિકાને વધુ સારી રીતે ભજવવામાં મદદ મળશે.

કેબિનેટે એનએચએઆઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સ્થાપવાની મંજૂરી પણ આપી દીધી છે.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading