સરકારનો મોટો નિર્ણય, મજૂરો માટે 1.15 લાખ એક બેડરૂમવાળા ઘર બનાવવામાં આવશે

કેબિનેટ બેઠક

આ સિવાય ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની મંજૂરી મળી છે.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઇએ (CCEA)ની બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. જેમાં સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે એક અફૉર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કૉમ્પલેક્સ (Affordable Rental Housing Complexes-AHRCs)ને મંજૂરી આપી છે. વડાપ્રધાન આવાસ યોજના-અર્બન હેઠળ મજૂરો માટે ઘર બનાવવામાં આવશે. સરકારે મજૂરો માટે 1 લાખથી વધુના ઘર બનાવાની મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરેન્સ દ્વારા આ મામલે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મજૂરો માટે 1.15 લાખના ઘર એક બેડરૂમ કિચન વાળા હશે.

  આ સિવાય ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની મંજૂરી મળી છે. સાથે જ ઉજ્જ્વલા યોજના હેઠળ ફ્રી એલપીજી સિલેન્ડર વહેંચવાની યોજનાને પણ મંજૂરી મળી છે. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ઉજ્જ્વલા લાભાર્થીઓને ફ્રીમાં સિલેન્ડર મળશે.

  કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન આવાસ યોજના (PMAY) હેઠળ મજૂરોને ઘર ભાડે આપવામાં આવશે. 1.08 લાખના ઘર મજૂરોને ભાડે આપવામાં આવશે. સરકારે શહેરી ગરીબો અને પ્રવાસીઓ માટે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કૉમ્પેલેક્ષને મંજૂરી આપી છે. જે હેઠળ 1 લાખ 15 હજાર ઘરો મજૂરો માટે બનાવવામાં આવશે.  આ યોજના હેઠળ લગભગ 600 કરોડ રૂપિયા ખર્ચ થશે. સરકારી ફંડથી તૈયાર ખાલી કોમ્લેક્સને અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સમાં બદલવામાં આવશે. આ સિવાય સ્પેશ્યલ ઇન્સેંટિવ જેમ કે 50 ટકા વધુ FAR/FSI, ટેક્સમાં રાહતની ઓફર પણ આપવામાં આવશે. ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પર 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શરૂઆતમાં 3 લાખ લાભાર્થીઓને આમાં કવર કરવામાં આવશે.

  આ પણ વાંચો : India-China Faceoff : લદાખમાં બન્યો 4KMનો બફર ઝોન, વિશેષજ્ઞોએ કહ્યું ભારત ન ભૂલે આ વાત

  વધુમાં કેબિનેટની બેઠકમાં કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવામાં આવશે. આ હેઠળ મોદી સરકાર નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન આપશે. વડાપ્રધાને પણ આ અંગે હાલમાં જ જાહેરાત કરી હતી. સાથે જ ઉજ્જવલા યોજના હેઠળ જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ફ્રી એલપીજી સિલેન્ડર પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આપવામાં આવશે.

  વધુ વાંચો : સુશાંત સિંહ રાજપૂતની Too Copy છે આ વ્યક્તિ, ફોટો જોઇને લોકો પણ છે હેરાન

  કેબિનેટે વધુમાં ત્રણ સરકારી જનરલ ઇશ્યોરેસ કંપની- ઓરિએન્ટલ ઇન્શ્યોરેન્સ કંપની લિમિટેડ, નેશનલ ઇશ્યોરેન્સ કંપની લિમિટેડ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇશ્યોરેંસ કંપની લિમિટેડમાં 12,450 કરોડ નાખવાની મંજૂરી પણ આપી છે. આ કંપનીઓને મર્ઝર માટે પૈસાની જરૂર હતી. તેમાં પહેલાથી જ 2500 કરોડ રૂપિયા સરકાર આપી ચૂકી છે.

  આ સરકારની આ યોજનાઓની ગરીબ લાભાર્થીઓને લાભ થશે.
  Published by:Chaitali Shukla
  First published: