Home /News /business /10 કરોડ પરિવારોને મળશે 'મોદીકેર' સ્કીમનો ફાયદો, જાણો વિગતો

10 કરોડ પરિવારોને મળશે 'મોદીકેર' સ્કીમનો ફાયદો, જાણો વિગતો

પબ્લિક હેલ્થ કેરના દિશા નિર્દેશક મુજબ અમેરિકી એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન આ ખતરનાક ફૂગને કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેને જ્યારે કોઇ વ્યક્તિના સંપર્કમાં આવે છે તો મોટા ભાગના દર્દીઓ 90 દિવસની અંદર મોતને ભેટે છે. અને તેનું સંક્રમણ થવું ખતરનાક પણ પ્રાણઘાતક સાબિત થઇ શકે છે.

  નેશનલ હેલ્થ પ્રોટક્શન સ્કીમ 'આયુષ્માન ભારત'ને કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સાથે જ કાઉંસિલની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અધ્યક્ષતા સ્વાસ્થય મંત્રી કરશે. આ યોજના હેઠળ 10 કરોડ ગરીબ પરિવારવાળોને સીધો જ ફાયદો થશે. જે અંતર્ગત આ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાનો મેડિક્લેમ મળશે. આ યોજનાને 85217 કરોડ રૂપિયાની બજેટીય સહાયતા મળશે. આવો જાણી કેવી રીતે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકાય.

  આ પરિવારોને થશે ફાયદો: પ્રસ્તાવિત સ્કીમના ટારગેટ એસઇસીસી ડેટાબેસના આધાર પર ગરીબ અને નિચલા તબક્કામાં આવનારા 10 કરોડથી વધારે પરિવારો મળશે. એબી-એનએચપીએમમાં પહેલેથી જ ચાલી રહેલી કેન્દ્ર પ્રાયોજિત સ્કીમ્સ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અને સિનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમનો સમાવેશ થઈ જશે.

  સ્કીમમાં મળશે આ સુવિધાઓ:
  આ પરિવારોને દર વર્ષ 5 લાખ રૂપિયા સુધીનું કવર મળશે. જેમાં લગભગ તમામ બિમારીઓનો ઇલાજ કવર થઈ જશે. આ સિવાય કોઈ પણ વ્યક્તિ (વિશેષ રૂપથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો) ઇલાજથી વંચિત ન રહી જાયે, તે માટે સ્કીમાં કોઈ ફેમિલી સાઈઝ કે ઉમરની કોઈ સીમા રાખવામાં આવી નથી. આ યોજનામાં, પહેલા અને પછી હોસ્પિટલમાં દાખલ થયા પછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરરોજ હોસ્પિટલમાં દાખલ થવા માટે ટ્રાન્સપોર્ટ અલાઉન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  આ પરિવારોને પણ મળશે ફાયદો:
  આ સ્કીમનો ફાયદો પસંદ કરવામાં આવેલી કેટગરીના લોકોને જ આપવામાં આવશે. આ પસંદનો મુખ્ય આધાર સામાજિક-આર્થીક જાતિ  જનગણના- 2011ના આધાર પર મળશે. જે પણ પરિવાર આ કેટેગરીને પુર્ણ કરશે તેઓને આ સ્કીમનો લાભ મળશે. જેમાં એક રૂમનું કાચુ મકાન, ઝુંપડામાં રહેતો પરિવાર, અથવા તો ફેમેલીમાં જે 16થી 59 વર્ષની ઉમર સિવાયના પરિવારને અથવા તો મહિલા મુખિયા વાળા પરિવાર કે જેમાં 16થી 59 વર્ષની વચ્ચેનો કોઈ પૂરૂષ ન હોય તેવા પરિવાર આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. એવા પરિવાર કે જેમાં વિકલાંગ સભ્ય હોય અને તેની દેખરેખ કરવા માટે કોઈ અડલ્ટ સભ્ય ન હોય. એસસી અને એસટી સિવાય એવા પરિવાર કે જેમની પાસે જમીન ન હોય અને આવક માત્ર મજુરીની જ હોય. શહેરના 11 કેટેગરીના લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.

  કઈ હોસ્પિટલોમાં થશે ઇલાજ:
  આ સ્કીમનો ફાયદો દેશભરમાં કરવામાં આવશે. સાથે જ સ્કીમ હેઠળ પેનલમાં સામેલ દેશના કોઈ પણ સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં કેશલેસ ઇલાજ કરવામાં આવશે. રાજ્યોની તમામ સરકારી હોસ્પિટલ આ સ્કીમમાં સામેલ માનવામાં આવશે. આ સિવાય બેડ ઓક્યુપેન્સી રેશિયોના પરિમાણોના આધારે પેનલમાં ઇએસઆઈસી (ઈમ્પ્લાઈ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) સાથે સંકળાયેલા હોસ્પિટલોનો સમાવેશ કરી શકાય છે.ખાનગી હૉસ્પિટલ્સના કિસ્સામાં, ચોક્કસ માપદંડનો આધાર ઓનલાઇન ઇમ્પૈનલ્ડ કરવામા આવશે.
  First published:

  Tags: Health insurance, Narenda Modi, મોદી

  विज्ञापन